ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) પાકિસ્તાનને (Pakistan) મર્યાદામાં રહેવાની ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે જો તે કાશ્મીરમાં (Kashmir) નાગરિકોની હત્યામાં આતંકવાદીઓને ટેકો આપવાનું ચાલુ રાખશે અને સરહદો પાર કરશે તો તેના પર વધુ સર્જિકલ સ્ટ્રાઈક થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જ્યારે થોડા વર્ષો પહેલા પૂંછમાં હુમલો થયો હતો ત્યારે પ્રથમ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારતે વિશ્વને જણાવ્યું હતું કે ભારતની સરહદો (Borders) સાથે છેડછાડ કરવી એટલી સરળ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરના નેતૃત્વમાં પ્રથમ વખત ભારતે પોતાની સરહદોની સુરક્ષા અને આદરને સાબિત કર્યો હતો.
અમિત શાહે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશના અભિગમમાં મોટો ફેરફાર થયો છે. પહેલા આતંકવાદીઓ દેશની સરહદો પાર કરતા હતા. તેઓ ઉગ્રવાદ ફેલાવતા હતાં. ત્યારે દિલ્હીના દરબારમાંથી ફક્ત વિનંતી સિવાય કંઈ થતું ન હતું. પરંતુ જ્યારે પૂંચમાં હુમલો થયો ત્યારે ભારતે બતાવી દીધું કે તેની સરહદો સાથે છેડછાડ કરવી એટલી સરળ નથી. ગોવાના એક કાર્યક્રમમાં અમિત શાહે પાકિસ્તાનને (Pakistan) ચેતવણી આપી હતી કે, જો તે કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાનું બંધ નહિ કરે તો વધુ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. વાતચીતનો સમય પૂર્ણ થયો, હવે વળતર આપવાનો સમય આવી ગયો છે.”
સરહદ પર નાપાક પાકિસ્તાનની અવળચંડાઈ બંધ થવાનું નામ નથી લઈ રહી. સરહદ પર સેનાના જવાનો પર છુપાઈને હુમલો કરનારા પાકિસ્તાનને ભારતે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં પોતાના નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાન નહીં સુધરે તો ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરવામાં આવશે. અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, “પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) એક મહત્વનું પગલું હતું. હવે પાકિસ્તાન ફરીથી આ વાત સમજી લે.
જણાવી દઈએ કે છેલ્લા એક મહિનાથી કાશ્મીરમાં શાંતિ ભંગ થઈ રહી છે. નિર્દોષ લોકોનું લોહી સતત વહી રહ્યું છે. તાજેતરમાં, કેન્દ્રશાસિત પ્રદેશમાં શીખ, કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી રહી છે. સોમવારે જમ્મુ -કાશ્મીરના પૂંછ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ‘જુનિયર કમિશંડ ઓફિસર’ (જેસીઓ) સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા. આ શૂરવીરોમાં નાયબ સુબેદાર જસવિંદર સિંહ, મનદીપ સિંહ, ગજ્જન સિંહ, સરજ સિંહ અને વૈશાખ એચ. શામેલ હતા.