Gujarat

આજે સરકારના પાંચ વર્ષની ઉજવણીમાં ‘વિકાસ દિવસ’ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ હાજરી આપશે

ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વર્ચ્યુઅલ હાજરી આપશે અને ગાંધીનગરના ઘ-૩ થી સરગાસણ સુધીના બ્રિજનું તેમજ અન્ય એક બ્રિજ મળી બે બ્રિજનું લોકાર્પણ કરશે. આવતીકાલે તા. 7 ઑગસ્ટના રોજ ‘વિકાસ દિવસ’ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે. જે અંતર્ગત ”વતનપ્રેમ” યોજનાનો શુભારંભ, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. 382 કરોડના 25 હજાર આવાસોનું લોકાર્પણ અને રૂ. 703 કરોડના 46 હજાર આવાસનું ખાતમૂહર્ત ઉપરાંત આઇ.ટી.આઇ.ના રૂ. 245 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થશે.

જ્યારે આવતીકાલે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ હિંમતનગરમાં આરોગ્ય સુખાકારી કાર્યક્રમમાં સહભાગી થઈને શ્રેષ્ઠ કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરાશે. 81 MT કેપેસિટીના 115 PSA ઑક્સિજન પ્લાન્ટનો શુભારંભ અને 100 ટકા રસીકરણ થયેલાં એક હજાર ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવશે.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના 71 કામોના લોકાર્પણ-ખાતમુહર્ત થશે. જે પૈકી, રૂ. 58 કરોડના ખર્ચે નિર્મિત 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, 22 પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને 18 સબસેન્ટર્સનું લોકાર્પણ અને રૂ. 70 કરોડના ખર્ચે નિર્મિત બે પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ તથા 19 સબસેન્ટર્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

Most Popular

To Top