Business

અમીશાની આશા હજુ ગદર છે

જો કામ કરતાં જ રહેવું જ હોય તો ફિલ્મ જગતમાં ‘નો એન્ડ’ છે. તમે જેને નિવૃત્ત માની બેઠા તે નવેનામથી નવી ઓળખ બનાવી શકે છે. નીના ગુપ્તા, શિલ્પાસેટ્ટી, માધુરી દિક્ષીતથી માંડી ઘણા નામો છે આમાં એક અમીષા પટેલનું નામ પણ ઉમેરી લો. ‘કહો ના પ્યારે હ’ યા ‘ગદર’ વખતે તે જેટલી ચર્ચામાં હતી તેટલી હવે નથી પણ તેની કારકિર્દી હજુ પૂરી નથી થઇ. સની દેઓલ સાથે જ ફરી ‘ગદર-2’માં એ જ શકીના તરીકે પાછી વળી રહી છે. આ ઉપરાંત ‘મિસ્ટરી ઓફ ટાટુ’માં તે અર્જુન રામપાલ, ડેઇઝી શાહ, મનોજ જોષી વગેરે સાથે આવી રહી છે. આ ઉપરાંત દેશી મેજિક’માં તે એશા ગુપ્તા, કેઇટ એલેકઝાંડર સાથે આવશે. હજુ વધુ એક ફિલ્મ છે. ‘તૌબા તેરા જલવા’અને ‘ફૌજી બેન્ડ’, આમાં ‘દેશી મેજિક’ની નિર્માત્રી તો તે પોતે જ છે.

ફિલ્મ જગતમાં ઘણીવાર એવું બને છે કે સુપર ડૂપર સફળફિલ્મ સાથે એન્ટ્રી મારે અને સ્ટારડમ મેળવે ત્યારબાદ ગાયબ થઇ જાય. ભાગ્યશ્રીનું પણ એવું થયેલું, વિજયેતા પંડિતનું પણ એમ બનેલું. સફળતાને આગળ વધારવી તે પણ એક પડકાર  હોયછે.અમિષા પટેલે ઋતિક રોશન સાથે એન્ટ્રી મારેલી. આજે ઋતિક ટોપ સ્ટાર છે પણ અમીષા એ સ્થાને પહોંચી ન શકી. અમીષા ધારતે તો ટી.વી.શ્રેણી યા વેબ સિરીઝમાં પણઆવી શકી હોત પણ એવું કરી ન શકી. બીજું તો ઠીક તે બે-ત્રણવાર પ્રેમમાં પડી તેમાંય સફળ ન રહી પરંતુ અમીષા વિશે કહી શકાય કે તેણે હથિયાર હેઠા નથી મુકયા. ભલે તેના નામે ‘કહો ના પ્યાર હૈ’, ‘ગદર’ અને ‘હમરાઝ’ની જ સફળતા ચઢી હોય પણ હારીને બેસી ન રહેવાય. તેણે તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક સમય મુખ્ય હીરોઇન હતી અને પછી સાઈડ રોલ કર્યા, કેમિયો કર્યા અને 2019માં તો તે બિગબોસ-1માં બિગબોસ હાઉસની માલિક તરીકે આવી હતી.

તે ઇવેન્ટ યા શોમાં મહેમાન તરીકે ય દેખાતી રહી છે ને મોકો મળે ત્યારે રેમ્પ વૉક પણ કરી લે છે.  હવે તે 46 વર્ષની થઇ છે જરૂર પણ બ્યુટી ખાસ ગુમાવી નતી તેની બે ત્રણ ફિલ્મો અડધીથી વધુ બની ચુકી હતી પણ ઉંચે મુકાઈ ગઈ. એવી ફિલ્મમાં એક રન ભોલા રન’ છે જે નીરજ વોરાના દિગ્દર્શનમાં બની રહી હતી પણ નીરજ વોરા જ ન રહ્યા. એજ રીતે સંજયદત્ત સાથે ‘ચતુર સીંઘ ટુ સ્ટાર’ હતી તે પણ પૂરી ન થઈ શકી. પચી તેને રાજકુમાર સંતોષીની ‘પાવર’ મળી. એમાં તો અમિતાભ બચ્ચન, સંજય દત્ત, અનિલકપૂર, અજયદેવગણ પણ હતા. શૂટિંગ શરૂ થયું ખરું પણ આગળ ન વધી શકયું. કયારેક સંજોગો જ સારા નથી હોતા. અમીષાની ટેલેન્ટનો વાંક કાઢી શકાય એમ નથી. અમીષા પાસે અત્યારે પાંચ ફિલ્મ છે પણ તેને સૌથી વધુ આશા ‘ગદર-2: ધ કથા કન્ટિન્યુઝ’ પાસે જ છે. તેનો હીરો સની પણ પૌઢ થઇ ચુકયો છે. તો પણ આશા એ પિલ્મ પાસે જ રહેશે. જો ફરી તે ચાલી ગઈ તો વધુ નહીં તોય થોડી નવી ફિલ્મો સાથે સ્વમાન મેળવશે.

Most Popular

To Top