National

ઠાકરે સરકારે રાજ્યપાલને સરકારી પ્લેન આપ્યુ નહીં, તો આ રાજ્યના મુખ્યમંત્રી મદદ માટે આગળ આવ્યા

દહેરાદૂન (Dehradun): મહારાષ્ટ્ર સરકારે બે દિવસ પહેલા રાજ્યપાલ (Governor) સાથેે કરેલી દાદાગીરી પછી સમાચાર આવ્યા છે કે આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંઘ રાવતે (Uttarakhand CM Trivendra Singh Rawat) મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને (Bhagat Singh Koshiyari) મહારાષ્ટ્ર પરત ફરવા માટે ઉત્તરાખંડ સરકાર તરફથી VVIP પ્લેન આપવાની વાત કરી છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ઈચ્છે તો તેમને પાછા મુંબઇ પાછા જવા માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા વિમાન આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ એરપોર્ટ પર કોશ્યારી સાથે જે ર્દુવ્યવહાર કર્યો તે વિશે ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું છે કે, ‘આ સત્તાનો દુરુપયોગ છે. રાજ્યપાલ કોઈ વ્યક્તિગત નહીં પણ રાજ્યના બંધારણીય વડા અને રાષ્ટ્રપતિના પ્રતિનિધિ હોય છે.’. મહારાષ્ટ્ર સરકારે તેમની ઉત્તરાખંડ મુલાકાત માટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સરકારી વિમાન પૂરો પાડવાનો ઇનકાર કર્યા પછી, શિવસેના અને ભાજપ વચ્ચે જોરદાર ઝઘડો ચાલી રહ્યો છે. ઉદ્ધવની આગેવાનીવાળી પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં (Saamna) એવો દાવો કર્યો હતો કે ભગતસિંહ કોશીયારી રાજ્ય સરકારના ધારાધોરણોને અનુસરવાને બદલે ભાજપના કઠપૂતળીની જેમ વર્તે છે. ઉત્તરાખંડના CMના દ્વારા કરવામાં આવેલી આ ઑફર ઠાકરે સરકારના ગાલ પર તમાચા જેવી છે.

11 ફેબ્રુઆરીએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને દહેરાદૂન જવા રાજ્ય સરકારનું VVIP પ્લેન આપવાની ના પાડી દીધી છે. ગુરૂવારે ઉત્તરાખંડ જવા મુંબઇ એરપોર્ટ પહોંચેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પાયલેટે ના પાડી દીધી હતી. આ મનાઇ ઉદ્ધવ ઠાકરેના ઇશારે થઇ છે. છેલ્લી ઘડીએ સરકારી પ્લેનમાં મુસાફરી ન કરી શકનાર ભગત કોશ્યારી પાછળથી પોતાની મેળે સાદા પ્લેનમાં ટિકીટ બૂક કરાવી દહેરાદૂન જવા રવાના થયા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ઉત્તરાખંડની મુલાકાતે હતા. તે સમયે તેઓ સરકારી વિમાનમાં બેઠા. જોકે જાણવા મળ્યું છે કે ઠાકરે સરકારે રાજ્યપાલની મુસાફરીને મંજૂરી આપી ન હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યપાલ કોશ્યારીને વિમાનમાં સવાર થયા પછી ખબર પડી કે તેમને આ પ્લેન વાપરવાની મંજૂરી નથી.

ઉદ્ધવ સરકાર ઘણા સમયથી રાજ્યપાલ સાથે બાથ ભીડી રહી છે. આ મુદ્દો ત્યારે શરૂ થયો જ્યારે ટ્વિટર વૉર બાદ અભિનેત્રી કંગના રનૌત જ્યારે મુંબઇ પહોંચી ત્યારે તે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા ગઇ, જેમણે કંગનાને સારો સહકાર આપ્યો હતો. ત્યારપછી રાજ્યમાં ધાર્મિક સ્થળો શરૂ કરવાને લઇને મહારાષ્ટ્ર વિકાસ આગાદી (Maharashtra Vikas Aghadi – MVA) સરકાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ( Maharashtra governor Bhagat Singh Koshyari) વચ્ચે વાક-યુધ્ધ ગરમાયુ હતુ. 12 ઑક્ટોબરે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) રાજ્યમાં મંદિરો અને ધાર્મિક સ્થળો ફરી ખોલવા અંગે એક પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં લખ્યુ હતુ કે, ‘મને આશ્ચર્ય થાય છે કે શું તમને પૂજા સ્થાનો ફરીથી ખોલવાનું મુલતવી રાખવાની કોઈ દૈવી સૂચના મળી રહી છે કે તમે અચાનક પોતાને ‘બિનસાંપ્રદાયિક’ (secular) કરી દીધા છે, જે શબ્દથી તમને પોતાને નફરત હતી.’.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top