નવી દિલ્હી, તા. 21 (PTI): સંસદના એક મહિના સુધી ચાલેલા ચોમાસુ સત્ર દરમિયાન લોકસભા દ્વારા બાર અને રાજ્યસભા દ્વારા ૧૫ બિલ પસાર કરવામાં આવ્યા હતા, જે સત્રમાં વારંવાર વિક્ષેપો, સભામોકૂફી અને વોકઆઉટ જોવા મળ્યા હતા. બંને ગૃહોમાં 21 જુલાઈના રોજ શરૂ સત્ર થયા પછી ઓપરેશન સિંદૂર પર ચર્ચા સિવાય બહુ ઓછું કામકાજ જોવા મળ્યું છે, કારણ કે શરૂઆતમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે વિપક્ષની માંગણી અને પછી બિહારમાં ખાસ સઘન સુધારા કવાયત પર ચર્ચા કરવાની વિપક્ષની માંગણીને કારણે વારંવારના વિક્ષેપો અને સભામોકૂફીઓ જોવા મળ્યા હતા.
ચોમાસુ સત્ર આજે ગુરુવારે સમાપ્ત થયું. લોકસભા દ્વારા પસાર કરાયેલા કેટલાક મહત્વના ખરડાઓમાં ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન ખરડો, 2025, વેપારી શિપિંગ બિલ, 2025, 2025, રાષ્ટ્રીય રમતગમત વ્યવસ્થાપન બિલ, 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025નો સમાવેશ થાય છે. લોકસભા દ્વારા પસાર કરાયેલા અન્ય બિલોમાં આવકવેરા બિલ, 2025નો સમાવેશ થાય છે. જયારે રાજ્યસભા દ્વારા પસાર કરાયેલા અથવા પરત કરાયેલા નોંધપાત્ર ખરડાઓમાં લેડિંગ બિલ, ૨૦૨૫, સમુદ્ર દ્વારા માલનું વહન બિલ, ૨૦૨૫, રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ, ૨૦૨૫, રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, ૨૦૨૫, આવકવેરા બિલ, ૨૦૨૫, કરવેરા કાયદા (સુધારા) બિલ, ૨૦૨૫, ભારતીય બંદરો બિલ, ૨૦૨૫, ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારા બિલ, ૨૦૨૫, ભારતીય વ્યવસ્થાપન સંસ્થાઓ (સુધારા) બિલ, ૨૦૨૫ અને ઓનલાઇન ગેમિંગના પ્રમોશન અને નિયમન બિલનો સમાવેશ થાય છે.
સંસદમાં ચોમાસુ સત્ર સમાપ્ત : બંને ગૃહો અચોક્કસ મુદ્દત માટે મોકૂફ
લોકસભા આજે અચોક્કસ મુદ્ત માટે મુલતવી રાખવામાં આવી હતી, જે સાથે એક મહિનાથી ચાલતા ચોમાસુ સત્ર પર પડદો પડ્યો હતો જેમાં સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ દ્વારા રોજે રોજ ગૃહની કરવામાં આવેલી ખોરવણીને વખોડી હતી. ૨૧ જુલાઈના રોજ સત્ર શરૂ થયું હતું, જેમાં સમગ્ર વિપક્ષે બિહારમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (SIR) પર ચર્ચાની માંગણી કરીને દૈનિક કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પાડ્યો હતો. બિરલાએ નોંધ્યું હતું કે સત્રમાં, ૪૧૯ તારાંકિત પ્રશ્નોનો કાર્યસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ સતત આયોજિત વિક્ષેપોને કારણે, મૌખિક જવાબ માટે ફક્ત ૫૫ પ્રશ્નો જ લઈ શકાયા. આપણે બધાએ સત્રની શરૂઆતમાં નિર્ણય લીધો હતો કે અમે આ સત્રમાં ૧૨૦ કલાક ચર્ચા કરીશું. પરંતુ સતત ગતિરોધ અને આયોજિત વિક્ષેપોને કારણે, અમે આ સત્રમાં ભાગ્યે જ ૩૭ કલાક કામ કરી શક્યા તેમણે ભાર મૂક્યો. બિરલાએ કહ્યું કે આખો દેશ સંસદના સભ્યોના વર્તન અને કામગીરી પર નજર રાખે છે.
રાજ્યસભા પણ આજે અચોક્કસ મુદ્ત માટે મુલતવી કરવામાં આવી હતી જેમાં નાયબ અધ્યક્ષ હર્ષવર્ધને ખેદ વ્યક્ત કર્યો હતો કે વાર઼ંવારની ખોરવણીઓ ગૃહને ચોમાસુ સત્રમાં જાહેર હિતની વિવિધ બાબતોએ અર્થસભર મંત્રણાઓથી વંચિત રાખી ગઇ હતી. આજે રાજ્યસભાની બેઠક સવારે મળ્યા બાદ બિહારમાં મતદારયાદી સમીક્ષાના મામલે વિપક્ષના વિરોધ વચ્ચે તેને બપોરે બે વાગ્યા સુધી મુલતવી રખાઇ હતી. બે વાગ્યે બેઠક મળ્યા બાદ પણ વિરોધ ચાલુ રહ્યો હતો પરંતુ વિરોધ વચ્ચે જ ગેમિંડ ખરડો રજૂ થયો હતો અને પસાર થયો હતો. આ ખરડો પસાર થયા બાદ ગૃહને અચોક્કસ મુદ્દત માટે મુલતવી રાખી દેવાયું હતું. હરિવંશે જણાવ્યું હતુ કે ગૃહે સત્ર દરમ્યાન ૪૧ કલાક અને ૨૫ મીનિટ કામ કર્યું હતું.