નવી દિલ્હી: માઈક્રો બ્લોકિંગ સાઈટ ટ્વિટરને (Twitter) એક મોટો ઝટકો મળ્યો છે. એલોન મસ્કે (Elon Musk) જ્યારથી ટ્વિટરની કમાન પોતાના હાથમાં લીધી ત્યારથી ટ્વિટર કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહ્યું છે. ટ્વિટર પોતાના બ્લોકિંગ સાઈટ પર અવાર નવાર બદલાવ કરતું રહ્યું છે. હાલ તેણે બ્લૂ ટિક (Blue Tick) માર્કનો સબસ્ક્રિપશન પ્લાન શરૂ કર્યો છે તેના કારણે ચર્ચામાં છે. તો બીજી તરફ અમેરિકાની કોલોરાડો ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે ટ્વિટરને પોતાની ઓફિલસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
અમેરિકાની કોલોરાડો ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે ટ્વિટરની બોલ્ડર સ્થિત ઓફિસને ભાડુ ન ભરવા બદલ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ટ્વિટરની ઓફિસ જ્યાં છે તે ઓફિસના માલિકને ફેબ્રુઆરી 2020માં $968,000 માટે ક્રેડિટ લેટર આપવામાં આવ્યો હતો. માર્ચથી માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે ભાડું ચૂકવ્યું નથી, જે દર મહિને $27,000 જેટલું છે. મે મહિનામાં મકાનમાલિકે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. દસ્તાવેજો અનુસાર ન્યાયાધીશે બોલ્ડર શેરિફને મકાનમાલિકને ટ્વિટર ઓફિસનો કબજો પરત કરવાનો આદેશ આપ્યો છે. 49 દિવસમાં ટ્વિટરને ઓફિસ ખાલી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. મોટા પાયે છટણી પહેલા ટ્વિટરની બોલ્ડર ઓફિસમાં ઓછામાં ઓછા 300 કર્મચારીઓ હતા.
નેશનલ મ્યુઝિક પબ્લિક એસોસિએશને ટ્વિટર પર કેસ દાખલ કર્યો
થોડા સમય પહેલા એલન મસ્કે ટ્વિટર બ્લૂ યુઝર્સને પ્લેટફોર્મ પર 2 કલાક સુધીનું કન્ટેન્ટ અપલોડ કરવાની સુવિધા આપી છે. આ સુવિધા પછી નેશનલ મ્યુઝિક પબ્લિક એસોસિએશને આ અંગે ટ્વિટર પર કેસ દાખલ કર્યો છે અને વળતર પેટે સોંગ દીઠ 1 કરોડ રૂપિયાથી વધુની માગ કરી છે.
મ્યૂઝિક પબ્લિશર્સનો દાવો છે કે ટ્વિટર મ્યૂઝિક કંપોઝરની અસંખ્ય ઉલ્લંઘન કરતી નકલો સાથે તેના વ્યવસાયને પ્રોત્સાહન આપી રહ્યું છે અને કૉપિરાઇટ કાયદા હેઠળ પ્રકાશકો અને અન્યના વિશેષ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે જે યોગ્ય નથી. NMPAએ તેના દાખલ કરેલા દાવામાં લગભગ 1700 ગીતોની યાદી શેર કરી છે જે પરવાનગી વિના ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યા છે. 17 મ્યૂઝિક પબ્લિશર્સ તરફથી ટેનેસી રાજ્યની ફેડરલ કોર્ટમાં આ અંગે દાવો દાખલ કરવામાં આવ્યો છે.