વોશ્ગિંટન: એક તરફ કે જયાં રશિયા (Russia) યુક્રેનમાં (Ukraine) યુઘ્ઘ (War) ચાલી રહ્યું છે તેવા સમયે અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટે કહ્યું હતું કે પુતિન હોંશિયાર નથી પરંતુ આપણાં જ નેતાઓ (Leaders) મૂર્ખ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિડેન પર નિશાન ટાંકતા કહ્યું કે સમસ્યા એ નથી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સ્માર્ટ છે પરંતુ સમસ્યા એ છે કે અમારા જ નેતાઓ મૂર્ખ છે. રાજકીય નિર્વાસિત જીવન જીવતા ટ્રમ્પે શનિવારે યુક્રેન સંકટના બહાને બિડેન અને નાટો પર શાબ્દિક હુમલો કર્યો હતો. જેને કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા હતા. તેમણે તેમના ખોટા દાવાઓને પુનરાવર્તિત કર્યા કે 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોની ચોરી કરવામાં આવી હતી.
ટ્રમ્પે કહ્યું કે “માનસિક રીતે રશિયાને તોડવાને બદલે નાટોએ સ્માર્ટ બનીને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાનું વિચાર્યું છે.” આ ઉપરાંત તેઓએ કહ્યું કે “સમસ્યા એ નથી કે પુતિન સ્માર્ટ છે પરંતુ વાસ્તવમાં આપણા નેતાઓ ખૂબ જ મૂર્ખ છે.” વર્ષ પછી ટ્રમ્પનુ ફરી તેમના સમર્થકો દ્વારા ઉમંગભેર સ્વાગત કરાયું હતું. એમા કોઈ શંકા નથી કે રિપબ્લિકન પાર્ટી એવા રાષ્ટ્રપતિને લઈને રોમાંચિત છે કે જેમનો એક જ કાર્યકાળમાં બે વખત મહાભિયોગ કરવામાં આવ્યો છે.
ઓર્લાન્ડો, ફ્લોરિડામાં વાર્ષિક કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સમાં 86 મિનિટ સુધી ડોનાલ્ડ ટ્રમ્પે ચર્ચા કરી હતી. તેમણે તેમના વિરોધી “કટ્ટરપંથી ડાબેરી” પક્ષ પર પણ પ્રહારો કર્યા હતા. યુક્રેન પર રશિયાના હુમલા માટે ટ્રમ્પે યુએસ પ્રમુખ જો બિડેનની નબળાઈને જવાબદાર ઠેરવી હતી. યુક્રેનની રાજધાની કીવમાં મોટા વિસ્ફોટોથી આકાશ ઝળહળતું હોવાથી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની શાણપણની પ્રશંસા પણ તેઓએ કરી હતી.