મોસ્કો: અમેરિકા (America) સહિત પક્ષિમી દેશો વચ્ચે ચાલુ તણાવની વચ્ચે રૂસ (Russia) અને ઈરાને (Iran) એક માસ્ટર સ્ટ્રોક દાવ રમ્યો છે. આ બન્ને દેશોએ પક્ષિમી દેશોના લાદવામાં આવેલા પ્રતિબંધોના તોડ માટે 25 અરબ ડોલરના નીર્વેશથી 3000 કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કર્યો છે. આ રસ્તો રશિયાના વ્યાપારિક કેન્દ્રો (Commercial centers) સેંટ પીટર્સબર્ગથી ભારતની આર્થીક રાજધાની એવા મુંબઈને જોડશે. આહી ભૂમીગત અને સામુદ્રિક રસ્તો સેંટ પીટર્સબર્ગથી મોસ્કો, બોલગ્રોગેડ,અસ્તારખાનથી લઇને કૈસ્પીયન સમુદ્ર ના રસ્તે ઈરાન પહોચશે. અને આ પછી ઈરાનની રાજધાની તહેરાન અને ભારતના બનાવેલા ચાહબાર પોર્ટથી લઇને સામન મુંબઈ બંદરગાહ સુધી પહોચશે.
શા માટે રશિયા અને ઈરાન માટે આ આખો પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ
શા માટે રશિયા અને ઈરન માટે આ આખો પ્રોજેકટ મહત્વનો છે ? તો જાણીએ હવે વિસ્તાર પૂર્વક. જ્યાં સુધી આ માર્ગ બન્યો ન હતો ત્યારે રશિયન માલસામાનને 14,000 કિલોમીટર સુધીની લાંબી મુસાફરી કરવી પડતી હતી અને એવામાં ભારત પહોંચવામાં 40 દિવસનો સમય લાગ્યો હતો. બીજી તરફ પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા અને ઈરાન માટે આ આખો પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે ઈરાન પણ ચાબહાર પોર્ટથી તેહરાન સુધી તેના રેલ માર્ગનું વિસ્તરણ કરી રહ્યું છે. દરમ્યાન રશિયા પ્રખ્યાત વોલ્ગા નદીને એઝોવ સમુદ્ર સાથે જોડવા માટે 1 બિલિયન ખર્ચ કરી રહ્યું છે. આ માટે નહેરો પણ પહોળી કરવામાં આવી રહી છે જેથી હવે આખા વર્ષ દરમિયાન માલવાહક જહાજોનું આવાગમન તેજ કરી શકાશે.
રશિયા અને ઈરાન એકબીજાને મદદ કરે છે
ઉલ્લેખનીય છે કે, ભારત ઈરાનના ચાબહાર પોર્ટ માટે અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આ અબજો ડોલરના રોકાણ વચ્ચે કેટલાક રશિયન અને ઈરાની જહાજોએ આ માર્ગનો ઉપયોગ શરૂ કર્યો છે. આ અહેવાલ દર્શાવે છે કે કેવી રીતે વિવિધ બ્લોકમાંથી મહાસત્તાઓ વચ્ચેની સ્પર્ધા દ્વારા વેપાર નેટવર્ક વધુને વધુ આકાર પામી રહ્યા છે. અમેરિકાના પ્રતિબંધોથી બચવા માટે રશિયા અને ઈરાન એકબીજાને મદદ કરી રહ્યા છે. આ સમગ્ર માર્ગ બનાવવાનો હેતુ પશ્ચિમી હસ્તક્ષેપથી વ્યવસાયિક સંપર્કોને સુરક્ષિત કરવાનો છે.
પુતિને પણ આ કોરિડોરની જોરદાર પ્રશંસા કરી છે
એશિયાની ઉભરતી અર્થવ્યવસ્થાએ ભારત સાથેના સંબંધો મજબૂત કરવા પડશે. આ માર્ગ ખૂલવાથી અમેરિકાના પ્રતિબંધોની કોઈ અસર નહીં થાય. આ જ કારણ છે કે પુતિને એઝોવ સમુદ્રને રશિયાનો સ્થાનિક સમુદ્ર ગણાવ્યો હતો. આ રીતે આ માર્ગને નદી, સમુદ્ર અને રેલ દ્વારા જોડવામાં આવશે. પુતિને પણ આ કોરિડોરની જોરદાર પ્રશંસા કરી છે. આના માધ્યમથી રશિયા માત્ર ઈરાન અને ભારત જ નહીં પરંતુ આફ્રિકન બજારો સુધી પહોંચવા માંગે છે. જે હજુ સુધી યુરોપિયન દેશો પર નિર્ભર હતા.
આ પ્રોજેકટથી ભારતને મોટો ફાયદો થવાનો છે
એવું માનવામાં આવે છે કે 25 અબજ ડોલરના ખર્ચે બનેલા આ માર્ગની મદદથી પશ્ચિમી દેશો દ્વારા જે સામાન રોકી દેવામાં આવ્યો છે તેને મોકલી શકાશે. આમાં હથિયારોની સપ્લાય પણ સામેલ છે. આનાથી ભારતને ઘણો ફાયદો થવાનો છે. તાજેતરમાં પ્રથમ વખત રશિયાથી માલ આ માર્ગ દ્વારા મુંબઈ પહોંચ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 12 મિલિયન ટનથી વધુ વેપાર થવાની સંભાવના છે. ભારતને રશિયા પાસેથી બહુ જલ્દી માલ મળી રહ્યો છે. આ રૂટની મદદથી ચીનમાં પણ સામાન મોકલવાની તૈયારી ચાલી રહી છે. આ રોડ બનવાથી હવે માલસામાન 20 થી 25 દિવસમાં ભારતમાં પહોંચી શકશે જે પહેલા 40 થી 45 દિવસમાં પહોંચતો હતો.