વોશિંગ્ટનઃ (Washington) અમેરિકામાં એક પ્લેન હાઈજેક થયો હતો. પ્લેન હાઇજેક (Plane Hijack) થયા બાદ અમેરિકામાં અરાજકતાનો માહોલ છે. પ્લેનનો પાયલોટ તેને વોલમાર્ટ (Walmart) સુપરમાર્કેટમાં ક્રેશ કરવાની ધમકી આપી રહ્યો છે. જે બાદ એક્શનમાં આવેલી પોલીસે ઉતાવળમાં આખી સુપરમાર્કેટ ખાલી કરાવી હતી. પાયલોટ પણ ખૂબ જ ખતરનાક રીતે હાઇજેક થયેલા પ્લેનને ઉડાડતો જોવા મળે છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ સક્રિય થઈ ગઈ છે. આ પ્લેનનો પાયલોટ મિસિસિપીના ટુપેલો ઉપરથી ઉડાન ભરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેન હાઇજેક કરનાર વ્યક્તિની ઉંમર 29 વર્ષ છે. જો કે તેણે શા માટે પ્લેન હાઈજેક કર્યું છે તેની પાછળનું કારણ જાણી શકાયું નથી.
પોલીસે વોલમાર્ટને ખાલી કરાવ્યું
ધ મિરરના અહેવાલ મુજબ મિસિસિપીના અધિકારીઓએ અહેવાલ આપ્યો કે શનિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 5 વાગ્યે (2.30 PM IST) તેમને જાણ કરવામાં આવી હતી કે પ્લેનનો પાયલોટ મિસિસિપીના તુપેલો ઉપરથી ઉડી રહ્યો છે. હાઇજેક કરનાર પાયલોટની ચેતવણીને પગલે પોલીસે ટુપેલોમાં વોલમાર્ટ અને ડોજેસ કાર ડીલરશીપના સ્ટોર્સ ખાલી કરાવ્યા છે.
વિમાનની ઓળખ કિંગ એર તરીકે થઈ
ટુપેલો પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારના રોજ આશરે 05:00 વાગ્યે અમને જાણ કરવામાં આવી હતી કે એક વિમાન (સંભવત કિંગ એર પ્રકારનું) તુપેલો ઉપર ઉડી રહ્યું હતું. પાયલોટે E911 નો સંપર્ક કર્યો છે અને હે વેસ્ટ મેઈન પરના વોલમાર્ટમાં વિમાનને ક્રેશ કરવાની ઇરાદાપૂર્વક ધમકી આપી છે. પોલીસે અનુમાન લગાવ્યું છે કે હાઈજેક કરાયેલું પ્લેન કિંગ એર યુટિલિટી એરક્રાફ્ટ હોઈ શકે છે.
પોલીસ અને હોસ્પિટલ એલર્ટ પર
પોલીસે કહ્યું કે સાવચેતીના ભાગરૂપે અમે વોલમાર્ટ અને ડોજેસ કાર ડીલરશીપ સાથે વાત કરી છે અને તેમનો સ્ટોર ખાલી કરાવ્યો છે. તેનો હેતુ બંને સ્ટોરમાં એકઠા થયેલા લોકોને વિખેરવાનો હતો. ટુપેલો પોલીસ વિભાગ પણ પાયલોટ સાથે સીધી વાત કરી શકે છે. આ સમયે ટુપેલો પોલીસ અને અમારા વિસ્તારની તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. પોલીસે અપીલ કરતાં કહ્યું કે જ્યાં સુધી બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી નાગરિકોને આ વિસ્તારમાં જવાનું ટાળવા માટે કહેવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે
સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા પ્લેનના વીડિયોને જોતા એવું લાગે છે કે પાઈલટ તેને તુપેલો શહેરની આસપાસ ત્રાંસી રીતે ઉડાવી રહ્યો છે. એક ટ્વિટર યુઝરે પ્લેનનો વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે તે 29 વર્ષીય વ્યક્તિ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું છે જેણે તેને હાઇજેક કર્યું હતું. તે તેને કોઈક ઇમારત સાથે અથડાવવાની ધમકી પણ આપી રહ્યો છે.