Charchapatra

અમેરિકા હવે ભારતીયોના પ્રદાનનો મહિમા કરે છે

દૈનિકના એક સમાચાર અન્વયે અમેરિકાના અર્થતંત્રમાં ભારતીય આઇ.ટી. કંપનીઓનું 198 અબજ ડોલર જેવી મોટી રકમનું યોગદાન આપેલ છે. ભારતીય આઇ.ટી. કંપનીઓએ વર્ષ 2021માં 106360 ડોલરના સરેરાશ વેતન સાથે 2.07 લાખ અમેરિકનોને સીધી રોજગારી આપેલ હતી. 198 અબજ ડોલરની રકમ અમેરિકાના 20 રાજ્યોની વર્ષ 2021ની સંયુક્ત અર્થવ્યવસ્થાની રકમ કરતા વધારે છે જે અમેરિકામાં ભારતીય આઇ.ટી. કંપનીઓનું પ્રભુત્વ સાબિત કરે છે. ભારતીય આઇ.ટી. કંપનીઓ અને ભારતીયોના અમેરિકાના પ્રભુત્વ કરે છે કારણે અમેરિકાના પ્રમુખ બાઇડેનના વહીવટીતંત્રમાં અત્યાર સુધીના સૌથી વધુ 130 ભારતીય ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે જે દેશનું વિશ્વમાં ગૌરવ વધારે છે.

અમેરિકાની કુલ વસતીમાં ભારતીયોના હિસ્સો માત્ર એક ટકાનો છે છતાં ભારતીયોની બુધ્ધીમતા તથા ઉપયોગીતાના કારણે બાઇડેન વહીવટીતંત્રમાં 130ની વિશાળ સંખ્યા ભારતીયોની છે. અમેરિકન સેનેટમાં તાજેતરમા ગ્રીન કાર્ડ સંશોધન બીલ રજુ કરેલ છે. જે કાયદો બનતા ભારત સહિત 80 લાખથી વધુ ઇમિગ્રન્ટ્સનું ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ભારતીય નાગરિકો સહિતના સર્વે નાગરિકોની ઉપયોગીતા પણ દેખાય છે. વિશ્વ આજે ભારત અને તેના પ્રભાવી નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર આશાવાદી નજરે જોઇ રહેલ છે. વિશ્વમાં ભારતના આજના પ્રભુત્વની નોંધ દેશના મતાંધ અને સ્વાર્થી રાજકીય નેતાઓએ પણ બે દેશ અને સમાજ હિતમાં લેવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મિત્રની અતૂટ મૈત્રી
માનવીનના ઘડતરમાં સાચા મિત્રની મૈત્રીનું મૂલ્યાંકન કરવું ઘણું મુશ્કેલ હોય છે. એને માટે શબ્દો પણ ઓછા પડે. હું છેલ્લાં 72 વર્ષોથી ગુજરાતમિત્રનો મિત્ર છું. 12-13 વર્ષની ઉંમરથી ગુજ.મિત્ર સાથે નાતો રહ્યો છે. (આજે મારી ઉં 85) સંનિષ્ઠ વાચન સામગ્રી ગુજ. મિત્ર પૂરી પાડી છે. એક સત્સંગીનો સંગ મેં વર્ષો સુધી માણ્યો છે, એમ કહું તો જરા પણ ખોટું નથી. રોજેરોજનું ગુજ.મિત્ર મારે માટે એક પુસ્તિકા સમાન રહ્યું છે. ભગવતી કુમાર શર્મા, ગુણવંત શાહ, શશીકાંત શાહ, દિનેશ પાંચાલ જેવા વિદ્વાન લેખકોએ અદ્દભૂત સાહિત્ય પીરસીને મારું મન તૃત્ય કર્યું છે. પેલા અદ્દભૂત વિચારક રમણ પાઠકને તો કદી પણ ભૂલી શકાશે નહી. ગુજ.મિત્રે મારા સેંકડો ચર્ચાપત્રોને આવકારેલા છે. તાપી નદીમાં આવેલા પૂર (અનેક વખત)ના સમયે પણ 50-60 જેવું ભાડું ખરચીને ગુજ.મિત્ર મેળવીને જ જંપતો. મને ગર્વ છે કે ગુજરાતનો મિત્ર (ગુજ. મિત્ર જ તો!) મારો પણ સંનિષ્ઠ મિત્ર છે. 160 વર્ષમાં પ્રવેશ મારા મિત્રને હાર્દિક શુભેચ્છા. જુગ જુગ જીઓ ગુજરાતમિત્ર.
પાલ ભાઠા        – રમેશ એમ. મોદી             – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top