World

અમેરિકાએ ઈઝરાયેલની એક સૈન્ય બટાલિયન પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો, નારાજ થયા નેતન્યાહુ

એક તરફ અમેરિકાએ (America) ઈઝરાયેલ (Israel) તરફ મદદનો હાથ લંબાવ્યો અને બીજી તરફ આંખ આડા કાન કર્યા છે. યુએસ કોંગ્રેસે ઈઝરાયેલ માટે 13 બિલિયન ડોલરની નવી સૈન્ય સહાયને મંજૂરી આપી છે. બીજી તરફ અમેરિકા ઈઝરાયેલની સૈન્ય બટાલિયન પર પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રતિબંધો પેલેસ્ટિનિયન લોકો સામે બટાલિયન દ્વારા કરવામાં આવેલા માનવાધિકાર ઉલ્લંઘન માટે લાદવામાં આવી શકે છે. જો કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા આ પગલાની નિંદા કરવામાં આવી છે.

ઈઝરાયેલી સેના પર પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠે ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ છે. આવી સ્થિતિમાં અમેરિકા હવે ત્યાંના નાગરિકોને નિશાન બનાવવા માટે નેત્ઝાહ યેહુદા બટાલિયન પર પ્રતિબંધની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો તે ઇઝરાયેલી લશ્કરી ટુકડી સામે બિડેન વહીવટીતંત્રની પ્રથમ કાર્યવાહી હશે.

પીએમ નેતન્યાહુ ગુસ્સે થઈ ગયા
અમેરિકાના આ સંભવિત પગલાથી ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ ખૂબ નારાજ દેખાઈ રહ્યા છે. તેમણે શનિવારે રાત્રે કહ્યું કે ઈઝરાયલી સંરક્ષણ દળો પર પ્રતિબંધો ન લગાવવા જોઈએ. અમારા જવાનો આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. IDF એકમો પર પ્રતિબંધો લાદવાનો ઇરાદો વાહિયાત છે. તેમણે વધુમાં કહ્યું કે હું જે ઈઝરાયેલની સરકારનું નેતૃત્વ કરું છું તે દરેક સંભવિત રીતે આ પગલાં સામે પગલાં લેશે. તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકા પણ ઈઝરાયેલ પર હુમલો કરવા બદલ ઈરાન પર અનેક રીતે પ્રતિબંધો લગાવી ચુક્યું છે. આ પછી ઈઝરાયલ વિરૂદ્ધ તેની કાર્યવાહી ઘણા સવાલો ઉભા કરે છે.

ઇઝરાયેલના મંત્રીઓ ઇતામર બેન ગ્વિર અને બેઝેલ સ્મોટ્રિચે પણ અમેરિકાના નિર્ણયની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે અમારા સૈનિકો પર પ્રતિબંધો લાદવા એ જોખમની નિશાની છે. ગ્વિરે કહ્યું કે આ પગલું અત્યંત ગંભીર છે અને નેત્ઝાહ યેહુદાના સભ્યોને સુરક્ષિત રાખવું આવશ્યક છે. ઇઝરાયેલના પ્રધાનો ઇટામર બેન ગ્વિર અને બેઝેલ સ્મોટ્રિચે પણ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટને અમેરિકન આદેશો સામે ન ઝૂકવા હાકલ કરી હતી. નાણા પ્રધાન બેઝેલ સ્મોટ્રિચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદનમાં નેત્ઝાહ યેહુદા પર પ્રતિબંધો લાદવાની યુએસ યોજના સામે કડક વલણ અપનાવ્યું હતું.

Most Popular

To Top