ઇરાન ન્યુક્લિયર બોમ્બ બનાવે છે તેનાથી ઇઝરાઇલના અસ્તિત્વ પર જોખમ છે એવું કહી અમેરિકા અને ઇઝરાઇલે ઇરાન પર હુમલો કરી યુધ્ધ શરૂ કર્યું છે. બંને પક્ષોને ભારે ખુવારી થઈ રહી છે. અમેરિકાના માત્ર લશ્કરી બેઝ પર હુમલા થયા છે કારણ કે ઈરાનથી અમેરિકા લગભગ 11000 કિલોમીટર દૂર છે તેથી ઇરાની મિસાઈલ ત્યાં સુધી પહોંચી શકતી નથી અને ફાઈટર પ્લેનોથી આટલા લાંબા અંતરથી હુમલો કરવાની શક્યતા ઓછી છે તેથી અમેરિકાનાં નાગરિકોનું કે જાન માલ મિલકતોનું કોઈ જ નુકસાન થવાનું નથી. અમેરિકા એ આરબ દેશોમાં પોતાના લશ્કરી બેઝો રાખ્યા છે ઈરાન હાલ એ બેઝ ઉપર હુમલા કરે છે તો તેનું નુકસાન અરબ જગતને થાય છે.
અમેરિકાના તો માત્ર હથિયાર અને સૈનિકોનું નુકસાન થાય છે તેની સામે ઈરાનનું નુકસાન વધારે થાય એ દેખીતી વાત છે. અમેરિકા કાયમ એશિયામાં દખલગીરી કરી અંશાતિ ફેલાવે છે અને હવે ઈરાનની સામે અમેરિકા ઇઝરાઇલ બંને સાથે મળી યુદ્ધ કરીને તેને પાયમાલ કરી ત્યાં કઠપૂતલી સરકાર બેસાડવાનો અને ક્રુડ પર કબજો કરવાનો મનસુબો હોય તેવી પુરી શક્યતા છે. અમેરિકાની નીતિથી દુનિયાના દેશોનું અર્થતંત્ર ખોરવાતાં પરેશાન છે જેવી રીતે ચંગેઝ ખાને દુનિયામાં તબાહી મચાવી હતી તેની સરખામણી હાલ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે થઈ શકે છે. નજીવા કારણસર કોઈ દેશ પર પ્રતિબંધ લગાવવો કે વેનેઝુયેલાના પ્રમુખનું અપહરણ કરવું કે યુદ્ધ જાહેર કરવું તે હવે ટ્રમ્પની રણનીતિ બની ગઈ છે. દુનિયાના સભ્ય કે મજબુત કહેવાતા દેશોએ પણ લાચાર થઈ તમાશો જોવા મજબૂર થવું પડે તે દુનિયાના દેશોની ટ્રમ્પની દાદાગીરીનો સ્વીકાર કરેલો કહી શકાય.
સુરત – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે