અમેરિકા જઈને બહુ સુખી થઈ જવાશે એવો ભ્રમ ભારતીય હિંદુઓના મગજમાં ઘર કરી ગયો છે. ગમે તે હિસાબે અમેરિકામાં પેસી જવું, ત્યાં ઝાડુ મારવા, સંડાસ સાફ કરવા અને ગોરીયાઓએ બગાડેલા બેડશીટો સાફ કરવામાં આ લોકો સ્વર્ગ જેવું સુખ માણે છે! અમેરિકાનો ક્રેઝ પણ કેવો! એક પરિચિત મકાન માલિકને અમેરિકાનું ભૂત વળગ્યું. અહીં તેમનો હોલસેલ વેપાર ચાલતો હતો. બસ અમેરિકા જવું છે!… ગયા પણ ખરા. પરંતુ અહીં જે શેઠ હતા તે ત્યાં સામાન્ય સેલ્સમેન અને તે પણ સુપર સ્ટોરમાં બનીને જંપ્યા. તેમના વાઈફે ઘરમાંથી પગ બહાર નહીં કાઢેલો, તેણે પણ એક સ્ટોરમાં નોકરી કરવી પડી! અમેરિકા કોણ જાણે કેટલું લોહચુંબક ધરાવે છે કે લાખો રૂા.નો કારોબાર કરનાર ત્યાં સુપર સ્ટોરમાં નોકરીએ લાગી જીવનની સિદ્ધિ ગણતો થાય છે! ત્યાં ગમે તેવા હલકાં કામ કરવા તૈયાર થાય કારણ ડોલર મળે છે, હલકા કામોનું અર્થશાસ્ત્ર સીધું હોય છે, તેમાં પગાર વધુ મળે પરંતુ ઈજ્જત મળે નહીં.
તમારા સંબંધોમાં 300 અમેરિકનનો ઉમેરો થાય નહીં માત્ર ઈન્ડીયનો સાથે અને તે પણ તમારી જ કોમ (હિન્દુ કે મુસ્લીમ) અને જ્ઞાતિજનો સાથે જ અઠવાડિયે એકવાર મળવાનું બાકી કોઈ ઈન્ડીયન કે અમેરિકન તમારે ઘેર આવે જ નહીં, કારણ બધા જ ધાણીન બળદીયલીજેન પોતાનું જ તેલ કાઢી અમેરિકાને પીવરાવવામાં બીઝી હોય છે. અમેરિકાને હલકા કામો કરનારા ઘણાં જોઈએ છે. કારણ અમેરિકનો પોતે આવા કામ કરવા માગતા નથી માટે કોઈ વેપારી, કે ડબલ ગ્રેજ્યુએટ ઝાડુ મારવા ઉંઘો પડી આવવા માગતો હોય, તો તેને શા માટે ન રાખવો?
તાજેતરમાં અમેરિકા-કેનેડા સરહદ પર મા-બાપ સહિત બે નાના બાળકો માયનસ 35 ડિગ્રીમાં થ્રીજીને મરી ગયાના સમાચાર પ્રગટ થયા છે. ભણકારોનું કહેવું છે કે અમેરિકામાં તમે ટેકનીકલ ડિગ્રી ધરાવતા હો, તો તમને માન સન્માન વાળી નોકરી મળે. બાકી ઝાડુ મારી મૂછપર તાવ લગાવવા જેવો દંભ રાખવા જેવો નથી. અહીં 25 હજારનો પગાર મળતો હોય, પણ ત્યાં એક લાખનો પગાર મળે તેના કરતા 25 હજારવાળો પગાર તમને સ્વાભિમાન અને ઈજ્જત આપશે. ત્યાં કોઈ તમારો ભાવ પૂછવાનું નથી. અહીં સાંજ પડયે પ્રણચાર મિત્રો ટોળ-ટપ્પા મારો કે પછી પાનના ગલ્લે રાતે ગપ્પા મારવા મળો, તો તે જિંદગી વધુ સુખી લાગે છે. શા માટે બળતામાં હોમાવા જવાના સપના સેવો છો? થીજી જશો અથવા બળી મરશો.
સુરત- ભરતભાઈ આર. પંડ્યા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.