વોશિંગ્ટનઃ (Washington) અમેરિકાના હવાઈમાં (Hawaii) જંગલમાં (Jungle) લાગેલી આગ ભારે હાહાકાર મચાવી રહી છે. આ આગને કારણે અત્યાર સુધીમાં 67 લોકોના મોત થયા છે. આગને કારણે જનજીવન સંપૂર્ણપણે વ્યસ્ત છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ આગના કારણે 150 વર્ષ જૂનું વડનું ઝાડ (Banyan Tree) પણ બળી ગયું છે. આ વટવૃક્ષ ભારતમાંથી લઈ જવામાં આવ્યું હતું. તેને અમેરિકાનું સૌથી મોટું વડનું વૃક્ષ માનવામાં આવે છે. ભારતમાંથી આયાત કરવામાં આવેલ આ ઝાડ 1873માં લાહિના કોર્ટહાઉસ અને લાહિના બંદરની સામે રોપવામાં આવ્યું હતું. તે ફ્રન્ટ સ્ટ્રીટની સાથે આખા શહેરના બ્લોકનાં આકારનું છે અને 60 ફૂટથી વધુ ઊંચું છે. જ્યારે તે 1873 માં માયુ પરના લહિના શહેરમાં રોપવામાં આવ્યું ત્યારે તે માત્ર આઠ ફૂટનું છોડ હતું.
શા માટે આ ઝાડ રોપવામાં આવ્યું હતું?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષ વાવવાનું કારણ લાહિનાની પ્રથમ અમેરિકન પ્રોટેસ્ટન્ટ મિશનરીની 50મી વર્ષગાંઠ હતી. તે એક સ્મારક ઘટના હતી જેણે લાહિનાના માર્ગને કાયમ માટે બદલી નાખ્યો. ભારતમાંથી આયાત કરવામાં આવેલ અને 1873માં લાહિના કોર્ટહાઉસ અને લાહિના બંદરની સામે રોપવામાં આવેલ આ વિશાળ વૃક્ષ અમેરિકાના સૌથી મોટા વડના વૃક્ષોમાંનું એક છે. તે ફ્રન્ટ સ્ટ્રીટની સાથે આખા શહેરના બ્લોકનું કદ ધરાવે છે અને 60 ફૂટથી વધુ ઊંચું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઐતિહાસિક શહેર લહિનામાં જંગલમાં લાગેલી આગને કારણે મોટાપાયે વિનાશ થયો છે. શહેરની મધ્યમાં જે ઇમારતો અને સ્ટ્રક્ચર છે તે બધું સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આગને કારણે મૂલ્યવાન અને વિશાળ વટવૃક્ષ પર લગભગ કોઈ પાંદડા બચ્યા નથી. જો કે તેની સ્થિતિ સ્પષ્ટ નથી કે ઝાડની ખરેખર સ્થિતિ શું છે. ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે ઝાડ બળી ગયું છે પરંતુ ઉભું છે. શહેરની વેબસાઇટે સૂચવ્યું કે જો મૂળ સ્વસ્થ હશે તો વૃક્ષ ફરીથી ઉગે તેવી શક્યતા છે. આ વર્ષે એપ્રિલમાં વટવૃક્ષની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે આ લાહિનાનું ખુબજ લોકપ્રિય વૃક્ષ હતું. તેની શાખાઓ હેઠળ ઘણીવાર કાર્યક્રમો અને કલા પ્રદર્શનો યોજાયા છે. લાહિના રિસ્ટોરેશન ફાઉન્ડેશન અનુસાર વૃક્ષમાં તેના વિશાળ મૂળના થડ ઉપરાંત 46 મુખ્ય થડ છે અને એક એકરના લગભગ બે તૃતીયાંશ વિસ્તારને છાયા આપે છે. માઉઈમાં લાગેલી વિનાશક જંગલની આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 67થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.