નવી દિલ્હી: યમનમાં (Yemen) હુથી વિદ્રોહીઓ (Houthi rebels) સામે અમેરિકાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ગઇકાલે બુધવારે રાત્રે અમેરિકન ફાઈટર પ્લેન્સે (American Fighter Planes) ફરી એકવાર વિદ્રોહીઓના સ્થાનો ઉપર બોમ્બમારો કર્યો હતો. અગાઉ હૂથી જૂથે યુએસ કાર્ગો જહાજ પર ડ્રોન હુમલો કર્યો હતો. જેનો યુએસએ (US) વળતો જવાબ આપ્યો હતો. જણાવી દઈએ કે મંગળવારે વ્હાઇટ હાઉસે (White House) કહ્યું હતું કે જ્યાં સુધી જૂથ સમુદ્રી જહાજો પર હુમલો કરશે ત્યાં સુધી અમેરિકાની જવાબી કાર્યવાહી પણ ચાલુ રહેશે.
બ્રિટિશ નૌકાદળના યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ જે મધ્ય પૂર્વના જળમાર્ગોની દેખરેખ રાખે છે તેણે બુધવારે જણાવ્યું હતું કે એક હુથી ડ્રોને એડનથી લગભગ 70 માઇલ દક્ષિણપૂર્વમાં યુએસ જહાજને ટક્કર માર્યું હતું. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર જહાજના કેપ્ટને જણાવ્યું કે હુમલાને કારણે જહાજમાં આગ લાગી હતી. જો કે સમયસર તેને કાબુમાં કરવામાં હતી. તેમજ આ ઘાતક હુમલામાં જહાજ અને ક્રૂ સલામત બચાવી લેવામાં આવ્યા છે.
હુથીએ અમેરિકાને ધમકી આપી છે
હુતી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહમા સરીએ જહાજની ઓળખ જેન્કો પિકાર્ડી તરીકે કરી છે. તેમજ એક જૂના વીડિયોમાં તેમણે કહ્યું હતું કે હુતી સ્પષ્ટ કરે છે કે અમેરિકાના હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે પિકાર્ડીના માલિક અમેરિકાના ન્યૂયોર્ક સિટીના રહેવાસી છે.
અમેરિકા વધુ હુમલાનો જવાબ આપશે
ગઇ કાલે મંગળવારે વ્હાઇટ હાઉસના અધિકારી જોન કિર્બીએ કહ્યું હતું કે જો અમેરિકા તેના હુમલા ચાલુ રાખશે તો અમેરિકા હૂથી જૂથનો સામનો કરશે. કિર્બીએ મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન કિર્બીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે હૂથી જૂથ પાસે હજુ પણ સૈન્ય શક્તિ છે. હવે તેણે નક્કી કરવાનું છે કે તે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશે. જો તેઓ હુમલાઓ ચાલુ રાખશે તો અમે પણ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું અને તેમની સાથે યોગ્ય રીતે લડીશું.