નવી દિલ્હી: અમેરિકા (America) તેના ગન ક્લચરને કારણે ખુબ જ બદનામ છે. જ્યાં અવાર-નવાર અંધાધૂંધ ગોળીબાર (Firing) થતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ફરી એક વખત અમેરિકાના ટેક્સાસમાં (Texas) ગોળીબાર થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટેક્સાસના એક મોલમાં બંધુક લઇને આવેલા શખ્સે આડેધડ ફાયરિગ દેતા એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જયારે ત્રણ વ્યકિતઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના ટેક્સાસમાં આવેલા એલ પાસો શોપિંગ મોલમાં (Shopping mall) ગોળીબાર થયો હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. આ ઘટનાથી મોલમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો.
- અમેરિકા તેના ગન ક્લચરને કારણે ખુબ જ બદનામ છે
- ટેક્સાસના એક મોલમાં બંધુક લઇને આવેલા શખ્સે આડેધડ ફાયરિગ કર્યું
- એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે ત્રણ જણા ઘાયલ થયા હતા
આ મોલમાં આગાઉ પણ ફાયરીંગની ઘટના બની હતી
કેટલાક સમય પૂર્વે પણ આજ મોલમાં ગોળીબારની ઘટના બની હતી. પોલીસ સૂત્રોએ આ ઘટના અંતર્ગત જણાવ્યું હતું કે ઘટનાને અંજામ આપનારા એક શંકાસ્પદને પોલીસ કસ્ટડીમાં તુરંત લઇ લેવામાં આવ્યો છે. જ્યારે આ કેસમાં અન્ય સંભવિત શકમંદોને પોલીસ શોધી રહી છે. આ એ જ કેલીયો વિસ્તા મોલ છે જે વોલમાર્ટ સ્ટોરની બાજુમાં છે. અહીં 3 ઓગસ્ટ 2019ના રોજ એક બંદૂકધારીએ 23 લોકોની હત્યા કરી હતી.
આ ઘટનામાં અન્ય આરોપીઓની સંડોવણી હોઈ શકે છે
ઘટનાને લઇ પોલીસ સૂત્રોનું માનવું છે કે આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ પણ સામેલ હોઈ શકે છે. એટલા માટે હવે મોલની વ્યાપક સર્ચ કરવામાં આવી રહી છે. તે જ સમયે તેણે કહ્યું કે મોલમાં ફાયરિંગ કયા મનસૂબા સાથે કરવામાં આવ્યું છે તેનો મોટીવ હજુ સ્પષ્ટ રીતે સામે આવ્યો નથી. પોલીસ પ્રવક્તા રોબર્ટ ગોમેઝે કહ્યું કે ઘટના બાદ મોલ એકદમ અસ્તવ્યસ્ત અવસ્થામાં છે. મોલમાં ગોળીબાર થતાં જ લોકો જીવ બચાવવા માટે ભાગદોડ મચાવી દીધી હતી અને આમતેમ દોડી ગયા હતા. તેણે કહ્યું કે ત્યાં હાજર લોકોમાં દહેસતનો માહોલ ફેલાઈ ગયો હતો.
2019માં આ મોલમાં હુમલો થયો હતો જેમાં 23 લોકોના મોત થયા હતા
ફાયરિંગની ઘટનાના પ્રત્યક્ષદર્શી રોબર્ટ ગોન્ઝાલેઝે કહ્યું કે તેમણે જીવ બચાવવા માટે લોકોને ભાગતા અને બહાર નીકળવા માટે દોડધામ કરતા જોયા હતા તેઓ પણ દોડીને તેમની કાર સુધી સુરક્ષિત રીતે પહોંચી ગયા હતા.બીજી તરફ લોકો પણ સુરક્ષિત રીતે ઘટનાસ્થળેથી નીકળી ગયા હતા. સીએલો વિસ્ટા મોલમાં બુધવારે ફાયરિંગની આ ઘટના વ્યસ્ત ગણાતા શોપિંગ મોલ વિસ્તારમાં અને વોલમાર્ટના એક વિશાળ પાર્કિંગની નજીક થયું હતું, જ્યાં 2019માં થયેલા જાતિવાદી હુમલામાં 23 લોકો માર્યા ગયા હતા.