World

‘મારા પિતા મૃત્યુ પામ્યા છે’ કેમ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ આ ટ્વીટ કર્યુ? શું એકાઉન્ટ હેક થયું છે?

અમેરિકા: અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) પુત્ર (Son) અને બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ ‘X’ (અગાઉનું ટ્વિટર) હેક (Hacked) થયાના સમાચાર છે. હેક થયેલા એકાઉન્ટમાંથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનું અવસાન થયું છે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું નિધન થઈ ગયું છે અને તેઓ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર 2024માં રાષ્ટ્રપતિ પદ માટે લડી રહ્યા છે. ડોનાલ્ડ જુનિયરના ઓફિશિયલ ‘એક્સ’ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલ એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પનું નિધન થયું હોવાની જાહેરાત કરતા મને દુઃખ થાય છે.’

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના એકાઉન્ટમાંથી સતત વાંધાજનક અને ભ્રામક માહિતી પોસ્ટ કરવામાં આવી રહી છે. પિતા ડોનાલ્ડ ટ્રમ્પના નિધનના સમાચાર સિવાય અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન વિશે પણ ઘણી પોસ્ટ કરવામાં આવી છે. જો કે આ એકાઉન્ટ હેક થવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ તેમ છતાં માનવામાં આવે છે કે આ તમામ સમાચાર નકલી છે.

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને એલોન મસ્ક દ્વારા ગયા વર્ષે $44 બિલિયનના સોદામાં ખરીદ્યું હતું. ત્યારથી તેઓ સતત તેમાં ફેરફાર કરી રહ્યા છે. તાજેતરમાં જ ઈઝરાયેલના પીએમ સાથેની વાતચીતમાં ઈલોન મસ્કે કહ્યું હતું કે ટૂંક સમયમાં તેઓ માસિક ધોરણે ‘X’ માટે ચાર્જ લેશે. આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

આ ડીલ પછી મસ્કે આ પ્લેટફોર્મ પર ઘણા ફેરફાર કર્યા છે. તેઓએ હવે બ્લુ ટિક વેરિફિકેશનને પેઇડ સર્વિસમાં ફેરવી દીધું છે. આ સાથે મસ્કે આ પ્લેટફોર્મનું નામ ટ્વિટરથી બદલીને X કરી દીધું છે. જો કે, તમે હજી પણ આ પ્લેટફોર્મનું જૂનું Twitter URL જોશો. આમાં પણ ધીમે ધીમે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. મસ્ક આ પ્લેટફોર્મને સુપર એપમાં ફેરવવા માંગે છે.

Most Popular

To Top