બેઇજિંગ: અમેરિકાની પેન્સિલવેનિયા રેલીમાં ટ્રમ્પ પરના જીવલેણ હુમલાથી ચીની રિટેલર્સમાં ખળભળાટ મચી ગયો હતો. હુમલા પછી તરત જ ચીનના વેચાણકર્તાઓએ ટ્રમ્પના નામની ટી-શર્ટને એક વિશેષ સંદેશ સાથે છાપી અને તેને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું. માત્ર થોડી જ મિનિટોમાં ચીન અને અમેરિકામાં 2000 થી વધુ ટી-શર્ટ વેચાઈ ગયા. ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાની રેલીમાં હુમલા પછી તેમનો જીવ બચી ગયાના ત્રણ કલાક કરતાં પણ ઓછા સમયમાં ટી-શર્ટની પ્રથમ બેચ તાઓબાઓ પર વેચાણ માટે ગઈ હતી. આ પછી લોકોએ ઘડાઘડ ઓર્ડર આપ્યો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર શનિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 6.15 વાગ્યે યુએસ રાજ્ય પેન્સિલવેનિયામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તે આ હત્યાના પ્રયાસમાં બચી ગયા હતા. એસોસિએટેડ પ્રેસે સાંજે 6:31 વાગ્યે ટ્રમ્પની મુઠ્ઠી લહેરાવતો આઇકોનિક ફોટો પ્રકાશિત કર્યો હતો. આ હુમલા અંગે બિડેનની પ્રથમ જાહેર ટિપ્પણી રાત્રે 8 વાગ્યાની આસપાસ આવી હતી, તે સમય સુધીમાં ચીની ઉત્પાદકો ટ્રમ્પની ઇમેજ ધરાવતી ટી-શર્ટ બનાવવા માટે તૈયાર હતા.
ટ્રમ્પની ટી-શર્ટની માંગ વધી
ટ્રમ્પના નામના વિશેષ સંદેશ સાથે બનાવેલી ટી-શર્ટની પ્રથમ બેચ લોકપ્રિય ચાઈનીઝ ઈ-કોમર્સ પ્લેટફોર્મ તાઓબાઓ પર રાત્રે 8.40 વાગ્યે વેચાણ માટે નીકળી હતી. ચાઇનીઝ રિટેલરોએ તેને વિશ્વવ્યાપી પ્રતિક્રિયા પહેલાં જ વેચાણ પર મૂક્યું. 25 વર્ષીય તાઓબાઓ વિક્રેતા લી જીનવેઈએ ચીનમાં નાસ્તા દરમિયાન તેના ટી-શર્ટ તેના ઓનલાઈન શેલ્ફ પર મૂકી દીધા હતા. તેણે જણાવ્યું કે “શૂટીંગના સમાચાર મળતાં જ અમે તાઓબાઓ પર ટી-શર્ટ લગાવી દીધા, ભલે અમારી પાસે તે પ્રિન્ટ ન થયા હોય, અને ત્રણ કલાકમાં અમે ચીન અને યુએસ બંને તરફથી 2,000 થી વધુ ઓર્ડર મેળવ્યા.
ટી-શર્ટ પર આ મેસેજ લખેલો છે
ડોનાલ્ડ ટ્રમ્પની ટી-શર્ટમાં તેમના પર થયેલા હુમલાની તસવીર છે, જેમાં લખ્યું છે કે ‘શૂટિંગ મેક્સ મી સ્ટ્રોંગર’ એટલે કે હુમલાઓ મને મજબૂત બનાવે છે. તમને જણાવી દઈએ કે Taobaoની માલિકી અલીબાબાની છે, જેની પાસે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ પણ છે. લિની ફેક્ટરી ઉત્તરીય પ્રાંત હેબેઈમાં આવેલી છે અને નવા ઉત્પાદનો બનાવવા માટે તે ફક્ત એક છબી ડાઉનલોડ કરે છે અને તેને છાપે છે. સરેરાશ ટી-શર્ટ બનાવવા માટે ફેક્ટરીને એક મિનિટ લાગે છે.