National

PM મોદીએ અફઘાનિસ્તાનનાં રાજદૂતને શા માટે સુરત નજીક આવેલ હરિપુરા ગામ આવવા આમંત્રણ આપ્યું? જાણો..

સુરત: (Surat) સુરતનું હરિપુરા ગામ (Haripura Village) અફઘાનિસ્તાનના રાજદૂતની (Ambassador of Afghanistan) ટ્વીટ બાદ ખૂબજ પ્રચલિત થઈ રહ્યું છે. આ ટ્વીટ (Tweet) બાદ સુરતના હરિપુરા ગામનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે અને અફઘાનિસ્તાનના રાજદૂદ ફરીદ મામુંઝદઈને સુરતના હરિપુરા ગામ આવવાનું આમંત્રણ આપ્યું છે. ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંદઝઇ હિન્દી પ્રત્યેના તેમના પ્રેમને કારણે આ દિવસોમાં ભારતીયોના દિલ જીતી રહ્યા છે. બુધવારે તેમણે એક ટ્વીટ કર્યું જેમાં તેમણે એવા ડોક્ટર વિશે જણાવ્યું કે જેમણે તેમની પાસેથી કન્સલ્ટેશન ફી લીધી ન હતી. ફરીદના આ ટ્વિટ પછી લોકોએ તેમને પોત પોતાના શહેર/ગામમાં આવવાની સલાહ આપી હતી. આમાંથી એક યૂઝર બલકૌર ઢીલ્લોને તેમને તેમના ગામ હરિપુરા આવવાનું આમંત્રણ આપ્યું. આ અંગે ફરીદે પૂછ્યું કે શું તે ગુજરાતના સુરતનું હરિપુરા ગામ છે?

વાત જાણે એમ છે કે બલકૌર ઢીલ્લોન રાજસ્થાનના રહેવાસી છે અને એક હરિપુરા ગામ તેમના રાજ્યમાં પણ છે. પરંતુ ફરીદના આ ટ્વીટને ટાંકીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીદ મમુંદઝઇને ગુજરાતના સુરતના હરિપુરા ગામ આવવા માટે આમંત્રણ આપ્યું છે. વડા પ્રધાને લખ્યું કે, ‘તમે બાલકૌરના હરિપુરા અને ગુજરાતના હરિપુરા પણ જઈ શકો છો, તેનો પણ પોતાનો ઇતિહાસ છે.

એતિહાસિક 1938 નું હરિપુરા અઘિવેશન

વડા પ્રધાનના આ ટ્વિટ પછી, ઘણા લોકોના મનમાં એક સવાલ છે કે ગુજરાતના સુરત પાસે આવેલ આ હરિપુરામાં એવું તે શું છે કે વડાપ્રધાને અફઘાન રાજદૂતને ત્યાં જવાની સલાહ આપી છે. સુરતના હરિપુરા નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે ખાસ સંબંધ ધરાવે છે. 1938 ના એતિહાસિક હરિપુરા અધિવેશન પહેલા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પસંદ કર્યા હતા. કોંગ્રેસનું આ 51મું અધિવેશન હતું. તેથી સંમેલનમાં ભાગ લેવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝનું 51 બળદોથી ખેંચાયેલા રથમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ લખ્યું, ‘હરિપુરાના લોકોના સ્નેહને હું કદી ભૂલી શકતો નથી’

https://twitter.com/narendramodi/status/1410557558633402370?s=20

હરિપુરા સત્રમાં નેતાજીએ તોફાની ભાષણ આપ્યું હતું

હરિપુરા સત્રમાં નેતાજીનું ભાષણ ખૂબ અસરકારક રહ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે આજ સુધીમાં ભાગ્યે જ કોઈ ભારતીય રાજકીય વ્યક્તિએ ઇતિહાસમાં આટલું અસરકારક ભાષણ આપ્યું હશે. જોકે ગાંધીજીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નેતાજી સુભાષની પસંદગી કરી હતી, પરંતુ તેમને નેતાજીની કાર્યપદ્ધતિ પસંદ નહોતી. આ સમય દરમિયાન બીજા વિશ્વ યુદ્ધના વાદળો છવાવા લાગ્યા હતા. સુભાષચંદ્ર બોઝ ઇંગ્લેન્ડ પરના સંકટનો લાભ લઈને ભારતની સ્વતંત્રતાની લડતમાં વેગ લાવવા માંગતા હતા પરંતુ ગાંધીજી તેમાં સહમત ન હતા.

https://twitter.com/narendramodi/status/1352582313717100544?s=20

જણાવી દઈએ કે આ વર્ષે 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ‘પરક્રમ દીવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ વર્ષે હરિપુરા ખાતે નેતાજીની જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગના એક દિવસ પહેલા વડા પ્રધાને તેમના સંદેશમાં કહ્યું હતું કે, હરિપુરાના લોકોના સ્નેહને હું ક્યારેય ભૂલી શકતો નથી, જેઓ મને તે જ રસ્તા પર વિસ્તૃત શોભાયાત્રામાં લઈ ગયા હતા જે રસ્તા પર નેતાજી બોઝ 1938માં ગયા હતા . તેમની શોભાયાત્રામાં 51 બળદો દ્વારા ખેંચાયેલા સુશોભિત રથનો સમાવેશ થાયો હતો. મેં હરીપુરામાં નેતાજી જ્યાં રોક્યા હતા તે સ્થળની પણ મુલાકાત લીધી હતી.

Most Popular

To Top