અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારે બીજી તરફ અમેરિકાની જ દિગ્ગજ કંપનીઓ ભારતમાં વિશાળ રોકાણ જાહેરાતો કરી રહી છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટ પછી હવે એમેઝોનએ પણ ભારતમાં 35 અબજ ડોલર (3 લાખ કરોડ રૂપિયા થી વધુ)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે.
AI અને લોજિસ્ટિક સેક્ટર પર ભારે ફોકસ
10 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલા એમેઝોન સંભવ શિખર દરમિયાન કંપનીએ પોતાના ઇન્ડિયા પ્લાનની જાહેરાત કરી હતી. કંપની અનુસાર આ રોકાણ મુખ્યત્વે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે. આના પરિણામે 10 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થવાની ધારણા છે.
એમેઝોન હાલમાં ભારતમાં વોલમાર્ટ સમર્થિત ફ્લિપકાર્ટ, રિલાયન્સની બ્લિંકિટ, ઝેપ્ટો, અને ઇન્સ્ટામાર્ટ જેવી ઝડપથી વધી રહેલી કંપનીઓ સાથે તીવ્ર સ્પર્ધામાં છે. 2010માં એન્ટ્રી બાદ એમેઝોન અત્યાર સુધી 40 અબજ ડોલરનું રોકાણ કરી ચૂક્યું છે. 2023માં પણ તેણે ભારતમાં 26 અબજ ડોલરના વધારાના રોકાણની જાહેરાત કરી હતી.
ભારતના નિકાસકારોને મોટો ફાયદો
એમેઝોનનું આ રોકાણ ભારતના સેલર્સ માટે મોટી તક બની શકે છે. કંપની અનુસાર હાલ ભારતમાંથી થતી 20 અબજ ડોલરની ઇ-કોમર્સ નિકાસને વધારીને 80 અબજ ડોલર સુધી લઈ જવામાં આવશે.
કંપનીનું કહેવું છે કે તેનું રોકાણ સીધું જ ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે જોડાયેલ છે. જેમાં લોજિસ્ટિક્સ સુધારણા, નાના કારોબારને આગળ ધપાવવાની કામગીરી અને રોજગાર સર્જન શામેલ છે.
એમેઝોનના ઇમર્જિંગ માર્કેટ્સ હેડ અમિત અગ્રવાલે જણાવ્યું કે AIને ભારતના કરોડો લોકો સુધી પહોંચાડવા અને લોકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા કંપની પ્રતિબદ્ધ છે. તેલંગાણા અને મહારાષ્ટ્રમાં પણ એમેઝોન નવા ક્લાઉડ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેન્ટર સ્થાપી રહી છે.
ભારતના મેન્યુફેક્ચરિંગ હબને મદદ
એમેઝોનનું એક્સીલરેટ એક્સપોર્ટ્સ પ્રોગ્રામ તિરુપુર, કાનપુર અને સુરત સહિત 10 મોટા ઉત્પાદન પ્રદેશોમાં ચાલશે. આ દરેક મેન્યુફેક્ચરરને વૈશ્વિક બજારમાં વિશ્વસનીય સેલર બની શકે તે માટે સહાય કરશે.
ભારતમાં મોટા રોકાણોની યાદી
ભારતમાં આ ત્રણ મોટી કંપનીઓએ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે. જેમકે, એમેઝોન 35 અબજ ડોલર, માઇક્રોસોફ્ટ 17.5 અબજ ડોલર અને ગૂગલ15 અબજ ડોલર