Business

સુરતના ટેરેસ ગાર્ડનરનો કમાલ: એર પટેટો ઉગાડી પેદા કર્યું કૂતુહલ

દરેક શાકભાજી સાથે ભળી જતું કંદમૂળ એટલે બટાકા. બટાકા ખાસ કરીને બાળકોને તો પ્રિય હોય જ છે અને એ બારેમાસ મળી રહેતા હોવાથી તેને દરેક શાકભાજી સાથે ખાઈ શકાય છે. દરેકને ખબર છે કે બટાકા તો ફકત જમીનમાં જ થાય છે પણ સુરતમાં એક ટેરેસ ગાર્ડનરે એર પટેટો એટો કે વેલા પર થતાં બટાકા ઉગાડીને લોકોમાં કૂતુહલ પેદા કર્યું છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સુભાષભાઈ સુરતી આમ તો એંજિનિયર છે પરંતુ તેમને ટેરેસ ગાર્ડનનો ઘણો શોખ છે. તેમણે આ શોખને કારણે પોતાના ઘરે ઘણા ફૂલછોડ અને શાકભાજી પણ ઉગાડયા છે. જમીનની ઉપર થતાં આ બટાકા જૂન-જુલાઇ માસમાં રોપવામાં આવે તો નવેમ્બર-ડિસેમ્બરમાં તેને ફળ આવવાની શરૂઆત થઈ જાય છે અને જાન્યુઆરી- ફેબ્રુઆરી દરમિયાન તેને ઉતારીને સ્ટોર કરી શકાય છે. આ બટાકાનું વજન 200 ગ્રામથી લઈને 1 કિલો સુધીનું હોય છે. મારી પાસે જ્યારે પણ બટાકા ઉતારું ત્યારે મિત્રોમાં વહેંચી દઉં છુ અને તેમને પણ તે ઉગાડવા માટે આગ્રહ કરું છુ’

કોઈ ખાસ માવજતની જરૂર ન હોવાથી કોઈપણ ઉગાડી શકે છે:સુભાષભાઈ સુરતી
એંજિનિયર
તરીકે જોબ કરતા સુભાષભાઈ સુરતી જણાવે છે કે ‘મને ગાર્ડનિંગનો ઘણો શોખ છે અને અમે ગાર્ડનિંગનું એક ગ્રૂપ પણ બનાવ્યું છે. હું ગીર વિસ્તારમાં ગયો હતો તે દરમિયાન મેં એર પોટેટો જોયા અને તેના વિષે પૂછયું જેથી મને તે મારા ઘરે ઉગાડવાની ઈચ્છા થઈ અને હું તેને સુરત લઈ આવ્યો અને મારા ઘરે ઉગાડયા. ખાતર કે કોઈ ખાસ પ્રકારની જમીનની જરૂર ન હોવાથી કોઈપણ તેને કુંડામાં પણ ઉગાડી શકે છે, ફકત તેના વેલા માટે સપોર્ટ ઊભો કરવાની જરૂર
હોય છે.’

જૈન લોકો પણ ખાઈ શકે છે
આ બટાકા જમીનની ઉપર થતા હોવાથી જૈન લોકો પણ તેને ખાઈ શકે છે અને સૌથી સારી બાબત એ છે કે, તેને ખાતર અને પાણીની જરૂર પડતી નથી તે નોર્મલ ભેજવાળા વાતાવરણમાં કુંડામાં ઉગાડી શકાય છે. ફકત તેના વેલના સપોર્ટની સગવડ કરવાની રહે છે. સુભાષભાઈ જણાવે છે કે, એર પોટેટોમાં નોર્મલ બટાકા કરતાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને તેનો કલર લીલાશ પડતો હોય છે પણ તેનાથી કેટલાક શારીરિક રોગો પણ દૂર થતાં હોવાનું જાણીને કેટલાક લોકો સામેથી પણ તેને ઉગાડવાની માંગણી કરતા થયા છે.’

Most Popular

To Top