Sports

બોદ્ધ સાધુના વેશમાં સજ્જ જંગલમાં ધોનીને જોઇને સોશિયલ મીડિયામાં શરૂ થઇ નવી ચર્ચા

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLની 14મી સીઝનની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ધોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી તસવીર કોઈ જાહેરાત માટે શૂટિંગ કરાતી હોય તેવું લાગે છે. ધોનીએ માથું મુંડ્યું છે અને તે બૌદ્ધ સાધુની જેમ સજ્જ વનમાં જોવા મળે છે.

સ્ટાર સ્પોર્ટ્સે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા તેની સાથે જોડાયેલ 9-સેકંડનો પ્રોમો પણ શેર કર્યો છે. ધોની આ પ્રોમોમાં કહી રહ્યો છે કે, ‘આ અવતાર પાછળનો મંત્ર શું છે, ટૂંક સમયમાં ખબર પડી જશે.

ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ની તૈયારીમાં વ્યસ્ત છે. 10મી એપ્રિલે ચેન્નઈની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે આઈપીએલ અભિયાન શરૂ કરશે.

ચેન્નાઈ સુપર કિંગ્સે MS DHONIની કપ્તાની હેઠળ ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. પરંતુ છેલ્લી આઈપીએલ સીઝન ચેન્નઈ માટે ઘણી ખરાબ હતી. છેલ્લી આઈપીએલમાં, CSK 14 માંથી માત્ર 6 મેચ જીતી હતી અને ટેબલમાં 7મા સ્થાને રહી હતી. ધોની 14 મેચમાં માત્ર 200 રન જ બનાવી શક્યો હતો.

https://twitter.com/StarSportsIndia/status/1370962880158306304?s=20

ધોની 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. તેણે ભારત તરફથી 350 વનડે, 98 ટી -20 આંતરરાષ્ટ્રીય અને 90 ટેસ્ટ મેચ રમીને 17266 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 108 અર્ધસદી અને 16 સદી ફટકારી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top