SURAT

‘ત્રણ રૂપિયા ચુકવી દેશો તો તમારૂ કુરીયર મળી જશે’ કહીને ભેજાબાજે 68 હજાર ટ્રાન્સફર કરી લીધા

સુરત : અલથાણમાં (Althan) રહેતા વેપારીના પિતાને કુરીયર 3 રૂપિયા માટે અટકેલુ હોવાનું કહીને એક લિંક (Link) દ્વારા 3 રૂપિયા ચૂકવવા કહ્યું હતું. બાદમાં બે દિવસ પછી વેપારીના ખાતામાંથી ટુકડે કુકડે 68 હજાર રૂપિયા ટ્રાન્સફર (Transfer) કરી લેવાતા ખટોદરા પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવામાં આવી હતી.અલથાણ ગાર્ડન પાસે આર્શીવાદ કુંજમાં રહેતા 28 વર્ષીય વિહાર માધવલાલ પટેલ બમરોલી આકાશ ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્ષટાઈલનું કામ કરે છે. ગત 6 તારીખે રાત્રે તેમના પિતાના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને તેમને તમારૂ કુરીયર આવવાનું હતુ તે કંપનીમાંથી બોલુ છુ, ત્રણ રૂપિયા માટે તમારૂ કૂરીયર અટકેલું છે તો ત્રણ રૂપિયા ચુકવી દો તો કુરીયર મળી જશે તેમ કહ્યું હતું.

લિંક ઓપન કરીને 3 રૂપિયા ચુકવવા કહ્યું હતું
અજાણ્યાએ એક લિંક મોકલી હતી. અને આ લિંક ઓપન કરીને 3 રૂપિયા ચુકવવા કહ્યું હતું. લિંક ઓપન કરતા તેમાં વિહારભાઈનો ગુગલ પે ની યુપીઆઈ વડે 3 રૂપિયા પેમેન્ટ કરવાનું ઓપ્શન આવ્યું હતું. ગુગલ પે પરથી 3 રૂપિયા ચુકવ્યા હતા. બાદમાં કુરીયર ટ્રેકીંગ કરવા એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. પરંતુ તે પરત ડીલીટ કરી દીધી હતી. બાદમાં બે દિવસ પછી 8 તારીખે વિહાર ભાઈને મોબાઈલમાં તેમના ખાતામાંથી ટુકડે ટુકડે ચાર ટ્રાન્ઝેક્શન થકી 68 હજાર રૂપિયા કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. તેમના દ્વારા અજાણ્યા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવામાં આવી હતી. ખટોદરા પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

મેમ્બરશીપ અપાવવાના બહાને 58 હજાર પેટીએમથી ટ્રાન્સફર કરાવી લેવાયા
સુરત : અડાજણના વેપારી પાસેથી ધ હીમાલીયા હોટેલિયર એન્ડ હોસ્પિટલીટી પ્રા.લિ. કંપનીમાં મેમ્બરશીપ અપાવવાના બહાને 58 હજારની છેતરપિંડી કરતી ટોળકી સામે વધુ એક ફરિયાદ નોંધાવામાં આવી હતી.અડાજણ આકાશદિપ એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય હીમાંશુભાઇ કિશોરકુમાર ઠક્કર શ્રીજી પુજા વસ્ત્ર ભંડાર નામની દુકાન ચલાવે છે. હીમાંશુભાઈએ ધ હિમાલીયા હોટેલિયર હોસ્પિલીટી પ્રા.લિ. સામે તથા શીવ નામના વ્યક્તિ અને વિમલ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા હિમાલીયા હોટેલિયર સામે ફરિયાદ સાયબર ક્રાઈમમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. ગત 23 સપ્ટેમ્બરે હીમાંશુભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.

મેમ્બરશીપ માટે લોભામણી, લલચામણી જાહેરાત કરી
જેને પોતે ધ હિમાલીયા હોટેલિર એન્ડ હોસ્પિટલીટી પ્રા.લી. માંથી બોલતા હોવાનું કહ્યું હતું. તેમને વીઆર મોલ પાસેની એક હોટેલમાં એક પ્રેઝન્ટેશન જોવા બોલાવ્યા હતા. જ્યાં મેમ્બરશીપ માટે લોભામણી, લલચામણી જાહેરાત કરીને હીમાંશુભાઈ પાસે પાંચ વર્ષનો ૩૦ નાઇટનો હોલીડે પ્લાન બુકીંગ કરાવીને રૂપિયા ૫૮,૫૦૦ આરોપીઓએ પોતાના પેટીએમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આજદિન સુધી હોટલ બુકીંગ નહી કરી આપીને હીમાંશુભાઈ સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top