દેશની સત્તાધારી પાર્ટી હાલના વિપક્ષને આવનારી ચૂંટણીઓમાં હરાવવા માટે અત્યારથી જ સોગઠાંબાજી ગોઠવી રહી છે. હિંદુત્વના નામે વોટ મેળવવા ઉપર ભાજપી નેતાઓની નજર હોય એમ લાગે છે. તેથી જ કાશ્મીરી પંડિતો ઉપર ભૂતકાળમાં કરાયેલા અમાનવીય અત્યાચારો દર્શાવતી ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વધુમાં વધુ હિંદુઓ જુએ અને મુસ્લિમો પ્રત્યે નફરત ઘૂંટીઘૂંટીને ભાજપના ડબ્બામાં વોટ નાંખે એવી ગણતરીઓ કામે લગાડાઇ છે. જયારે બીજી તરફ દેશની અન્ય સમસ્યાઓ ઉપર પરદો નાંખવાની કોશિશ થઇ રહી છે. જેમકે આપણા દેશની કાશ્મીરથી આસામ સુધી ચીનને લગતી સરહદને ‘NEFA યાને નોર્થ – ઇસ્ટ ફ્રન્ટિયર એલાયંસ’ કહેવામાં આવે છે. ચીન જેવો ખેપાની દેપાની દેશ આપણી આ સરહદે હાલ શું કરી રહ્યા છે? આપણી હાલની સરકાર આપણને લગીરેય બતાવતી નથી, ગલવાન ખીણની અથડામણ પછી ત્યાં હાલત શું છે? પત્રકારો એ સરહદે જઇ શકતા નથી, આપણાં લશ્કરી જાસૂસી સેટેલાઇટો ૨૪ કલાક આ સરહદે નિગરાની રાખતા હોવા છતાં ત્યાંનાં ચિત્રો સરકાર કોઇ અખબારને આપતી નથી. હકીકત એ છે કે અમેરિકા જેવા પશ્ચિમી દેશોના ઉપગ્રહો ઘણું બધું દર્શાવે છે અને જાહેર કરે છે તે મુજબ ચીને ૨૦૧૪ પછી ભારતની આ સરહદમાં ૫૦ કિ.મી. જેટલી ઘુસણખોરી કરી છે ત્યાં રોડ – રસ્તા બનાવવા ઉપરાંત એક અખબારે દર્શાવ્યા મુજબ ૬૧ ગામો આપણી સરહદમાં ઊભાં કરી દીધાં છે! કહેવાતી વર્તમાન રાષ્ટ્રવાદી હિંદુત્વવાદી મોદી સરકાર આ મામલે મૌન છે અને ચીનનું નામ લેતાંયે ડરે છે. જો બધું જાહેર થાય તો પ્રજાનો રોષ ફાટી નીકળે તેથી આ સરકાર NEFA સરહદની વિગતો છુપાવે છે. મજબૂત વિરોધ પક્ષ ન હોવાથી દેશના માથે મોટું જોખમ છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
પ્રજાને ‘NEFA’ ફાઇલ પણ બતાવો
By
Posted on