Charchapatra

વિકાસ સાથે સુરક્ષા પણ જાળવો

સુરત શહેર તથા આજુબાજુના 5-6 કિ.મી.ના અંતર વિકાસ હરણફાળ થઇ રહ્યો છે. જે આવકારદાયક છે. પરંતુ સાથે સાથે પ્રજાની સુરક્ષા અન્ય વ્યવસ્થા જેવી કે ટ્રાફિકજામ પ્રશ્નશરૂપ રહે છે અને આવી ગીજ વસ્તીમાં અકસ્માત નિવારણ પ્રાણરૂપ બની રહ્યો છે. મુંબઇ-ઘાટકોપર જે વિશાળ હોર્ડિંગ્સ પડવાની દુર્ઘટના જાનહાનિકારક નીવડી છે. આનું ઉદાહરણ લઇ સુરત શહેરની સરકારે પણ આગાતરા પગલાંરૂપે જોખમી હોર્ડિંગ્સ ઉતારવાનુ શરૂ કરી દીધુ છે જે પ્રશંસનીય પગલું છે. બીજુ પ્રિ-મોનસૂન કામગીરી પણ સુરત મહાનગરપાલિકાએ જલ્દીથી શરૂ કરવી હિતાવહ છે. જેથી ભારે ભવન વરસાદને કારણે પડતા વૃક્ષોને કારણે જાનહાની તેમજ માલમિલકતને નુકસાન થતા બચાવી શકાય છે. ત્રીજુ વારંવાર થતી તળાવ/સરોવર નદી/ દરિયામા ડૂબવાને કારણે થતાં મૃત્યુની સંખ્યા વધતી જ જાય છે. આથી જીલ્લા કલેકટરે સાહેબશ્રીએ આવા સ્થળોએ પ્રવાસીઓનું ધ્યાન ખેંચાય તેવા, અકસ્માત નિવારણ બોર્ડ મૅકવા-સૂચના લખવી. અત્યંત જરૂરી છે.
સુરત     – દિપક બંકુલાલ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

લકઝરીની ગળચટ્ટી લાલચ
કેટલાંક કર્મચારીઓ એડવાન્સમાં પગાર લે છે. લાંબી માંદગી હોય કે પછી લકઝરી સ્કૂલ ફી માટેની લોન વિદેશી ટુર સંતાનો બ્લેકમેઇલ કરી ઇ-બાઈક માટે ઇમોશ્નલ બ્લેક મેઇકલ કરે છે. કેટલાક કર્મચારી દિવાળીના બ્હાને એક પગાર આગોતરા લઇ લે છે પણ તેઓએ બાર મહિનાના હપ્તામાં ચુકવવાના હોય છે. લઘુતાગ્રંથિથી પીડાતી આમ જનતા આગળ પાછળના વિચાર કરતી ‘ચાદર જેટલી જ સોડ તાણવી’ એ ભૂલી જાય છે. મોંઘવારીનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સસ્તી અને ભેળસેળિયા ખાદ્ય ચીજો અને બિન ટકાઉ રાચરચીલું. અનેક અસાધ્ય બિમારીઓથી દવાખાનાં ઉભરાય છે. નકલી દવાઓ અને એકસપાયરી દવાઓથી છેતરાય છે. પહેલું સુખ તે જાતે નર્યા, લકઝરી છોડો અને પોતાની તબિયત પ્રત્યે ધ્યાન આપશો તો જિંદગી જીવવા જેવી લાગશે.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top