Entertainment

અલ્લુ અર્જુને જેલમાં વિતાવી રાત, ઘરે પહોંચતા પત્ની થઈ ભાવુક, ફિલ્મી હસ્તીઓ અલ્લુને મળવા પહોંચી

સંધ્યા થિયેટરમાં નાસભાગ બાદ અલ્લુ અર્જુનની ધરપકડ 14 દિવસના રિમાન્ડ પર કરવામાં આવી હતી. આખી રાત જેલમાં વિતાવ્યા બાદ શનિવારે સવારે તે જેલમાંથી મુક્ત થયો. જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુન પોતાના ઘરે પહોંચતા પહેલા ગીતા આર્ટસની ઓફિસે ગયો હતો. ત્યાંથી તે જુબિલી હિલ્સ સ્થિત તેના ઘર અલ્લુ ગાર્ડન પહોંચ્યો. અહીં તે તેના પરિવારના સભ્યોને મળ્યો હતો. આ પછી તેના મિત્રો અને ઘણા સ્ટાર્સ તેને મળવા આવી રહ્યા છે. 20 કલાક પછી ઘરે પહોંચેલા પતિને જોઈને અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી ભાંગી પડી હતી. તેણે અભિનેતાને જોતાની સાથે જ ગળે લગાડ્યો હતો.

આ રીતે અલ્લુ અર્જુને જેલમાં રાત વિતાવી
અલ્લુ અર્જુનની મોડી સાંજે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન અલ્લુ અર્જુન ઘરે કોફી પી રહ્યો હતો. તેની ધરપકડ કરીને જેલમાં લઈ જવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનને જેલમાં કેદી નંબર પણ આપવામાં આવ્યો હતો. કેદી નંબર 7697 દ્વારા તેની ઓળખ થઈ હતી. તે જેલમાં આખી રાત ભૂખ્યો રહ્યો અને જમીન પર સૂઈ ગયો હતો. અલ્લુ અર્જુનને મંજીર બેરેકના ક્લાસ-1 રૂમમાં રાખવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનની તમામ માહિતી જેલના રેકોર્ડમાં પણ નોંધવામાં આવી હતી.

અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડીએ તેના પતિનું ઘરે સ્વાગત કર્યું હતું. મહિલાના મૃત્યુના સંબંધમાં તે આખી રાત જેલમાં રહ્યો હતો. સ્નેહાને અલ્લુના છૂટવાના સમાચાર મળતા જ ઘરની બહાર તેના પતિની રાહ જોઈ રહી હતી. તેની સાથે તેના બાળકો પણ જોવા મળ્યા હતા. જેવો તે અહીં આવ્યો તેની માતાએ તેની નજર ઉતારી હતી. પરિવારના સભ્યો તેને મળવા આવ્યા હતા. બધાએ ગળે લગાવીને અભિનેતાનું સ્વાગત કર્યું હતું.

વિજય દેવરાકોંડા ભેટી પડ્યો
અલ્લુના જેલથી ઘરે પહોંચ્યા બાદ તેના ઘરની મુલાકાતે આવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર વિજય દેવરાકોંડા પણ થોડા સમય પછી અલ્લુ અર્જુનના ઘરે પહોંચ્યા હતા. વિજય અને અલ્લુ લાંબા સમયથી સારા મિત્રો છે. અલ્લુ અર્જુનને ઘરે જોઈને વિજયનો ચહેરો ચમકી ગયો હતો. મિત્રને જોઈને તે ભાવુક થઈ ગયો. વિજયે અલ્લુને જોતાં જ તેને ગળે લગાડ્યો હતો. બંને લાંબા સમય સુધી ગળે વળગી રહ્યાં. એવું લાગતું હતું કે વિજય દેવરાકોંડા અલ્લુ અર્જુન જેલમાં જવાથી ખૂબ જ દુઃખી હતા.

અભિનેતા ચિરંજીવીની પત્ની પણ તેને મળવા આવી
વિજય દેવરાકોંડા બાદ ચિરંજીવીની પત્ની અને અલ્લુ અર્જુનની ફોઈ સુરેખા પણ તેને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. તેમણે અલ્લુ અર્જુનને ગળે લગાવ્યો હતો. તે લાંબા સમય સુધી અર્જુન સાથે પ્રેમથી વાત કરતા રહ્યા હતા. સુરેખાએ અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ સાથે પણ વાત કરી હતી.

Most Popular

To Top