ઉત્તર ભારતમાં કાકા-કાકાઓની નારાજગીને કારણે લગ્નના રંગમાં ભંગ પડવો સામાન્ય બાબત છે પરંતુ દક્ષિણ ભારતના કોઈ ઘરમાં આ પહેલો કિસ્સો છે. અહીં મામલો આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને ભત્રીજા અલ્લુ અર્જુન સાથે જોડાયેલો છે. લોકોનું કહેવું છે કે જો અલ્લુ અર્જુન ફૂવા ચિરંજીવીના ભાઈ પવન કલ્યાણ સમક્ષ ઝૂકી ગયો હોત તો પરિસ્થિતિ ધરપકડના તબક્કે ન આવી હોત. ઊલટું તેણે ગુરુવારે દિલ્હી જઈને નવા રાજકીય ગુલ ખીલવવાનો પ્રયાસ કર્યો અને ત્યાં મામલો વધુ વણસી ગયો.
ફિલ્મ ‘પુષ્પા 2’ ની રીલીઝની પૂર્વ સંધ્યાએ અભિનેતા અલ્લુ અર્જુન તેના સુરક્ષા કર્મચારીઓ સાથે અચાનક જ હૈદરાબાદના સંધ્યા સિનેમા હોલમાં પોલીસને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના આવી પહોંચ્યો હતો. ત્યાં તેમની ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. અલ્લુ અર્જુન સાથે સેંકડો ચાહકોનું ટોળું થિયેટરમાં પ્રવેશ્યું અને આ નાસભાગમાં રેવતી નામની તેમની ચાહકનું મૃત્યુ થયું. રેવતીના પુત્રની સારવાર ચાલુ છે. તેલંગાણા પોલીસ હૈદરાબાદમાં કામ કરે છે અને રાજ્યના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીનો અલ્લુ અને કોનિડેલા પરિવારો સાથે જુનો ઝઘડો છે.
પરંતુ આ જાહેર સંઘર્ષની સાથે અલ્લુ અર્જુનના પોતાના પરિવારમાં એક રાજકીય મામલો ચાલી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેના ફૂવાના ભાઈ પવન કલ્યાણને સમર્થન આપવાને બદલે અલ્લુ અર્જુન તેમના વિરોધ પક્ષ YSR કોંગ્રેસ પાર્ટીના નેતા શિલ્પા રવિ રેડ્ડી સાથે ઉભા જોવા મળ્યો હતો. ત્યારે પણ અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે તેને ગંભીરતાથી લીધો ન હતો. જો કે અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પવન કલ્યાણને તેમની જીત પર અભિનંદન આપતા ટ્વિટ કર્યું હતું પરંતુ સૂત્રોનું કહેવું છે કે નવો કેસ નોંધાયા બાદ તેણે એક પણ વાર તેમની પાસે આ મામલે મદદ માંગી ન હતી. અલ્લુને ખાતરી હતી કે હાઈકોર્ટ આ કેસને ફગાવી દેશે. નોંધનીય છે કે અલ્લુ અર્જુનની કાકી સુરેખાના લગ્ન પવન કલ્યાણના સગા ભાઈ ચિરંજીવી સાથે થયા છે.
સૂત્રોનું એમ પણ કહેવું છે કે પોલીસે આ મામલે હાઈકોર્ટના આદેશની રાહ જોઈ હશે, પરંતુ અલ્લુ અર્જુને ગુરુવારે દિલ્હી જઈને જે પ્રકારની રાજનીતિનો ઈશારો કર્યો હતો તેણે તેલંગાણાના રાજકીય નેતાઓને અણી પર મૂકી દીધા હતા. અલ્લુ અર્જુનને પણ હૈદરાબાદ પહોંચ્યા પછી તેની ભૂલનો અહેસાસ થયો અને તેની તરફથી આ અંગે યોગ્ય ખુલાસો પણ કરવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તીર કમાનમાંથી નીકળી ચૂક્યું હતું.