Sports

હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું કે હું હવે ધોનીનો રોલ નિભાવવા માટે તૈયાર!

નવી દિલ્હી: ભારતના (India) ઓલરાઉન્ડર (All-rounder) પ્લેયર હાર્દિક પંડ્યા હાલ ખૂબ ચર્ચામાં આવી રહ્યાં છે. ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની ત્રીજી T-20માં 168 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. આ સમયે પંડ્યાને કેપ્ટન શીપ સોંપવામાં આવી હતી. મેચ પછી એક ઈન્ટરવ્યુમાં પંડ્યા સાથે વાત કરતા તેણે કહ્યું કે હું હવે નવી જવાબદારી લેવા માગુ છું. હું મારી ટીમ તેમજ તમામ ખેલાડી (Player) ઉપર વિશ્વાસ રાખુ છું કે તેઓ મેચ દરમ્યાન પોતાનું સારું પરફોમન્સ આપે તેમજ આ માટે હું તેઓને આશ્વાસન પણ આપું છું. તેઓએ કહ્યું કે હું એ પોતાની ટીમને કેવી રીતે સાચવવી તે શીખી લીધું છે. આ સમયે તેણે ભારત ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોનીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે માહી પોતાની આંતરરાષ્ટ્રીય મેચ પછી તેઓની પછીની મેચમાં આવી જ ભૂમિકા ભજવતા હતાં.

પંડ્યાએ કહ્યું હું એ T-20 આંતરરાષ્ટ્રીય સ્તરે ધણી અન્ય ખેલાડીઓની તુલનામાં ધણી મેચો રમી છે. મારો અનુભવ અન્ય કરતા વઘું છે તેથી મને ખ્યાલ છે કે દબાણ વાળી પરિસ્થિતમાં શાંત રહીને કેવી રીતે રમી શકાય. જણાવી દઈએ કે ધોનીને તેના શાંત સ્વભાવ માટે પણ ઓળખવામાં આવે છે. પંડ્યાએ કહ્યું કે હવે તેઓની જવાબદારી છે કે એક બેટ્સમેનના રૂપે હવે તેઓ વિકેટ કીપરની ભૂમિકા લે. તેણે કહ્યું કે મને ધોનીભાઈ જેવી ભૂમિકા ભજવવા માટે ઉત્સૂકતા છે. પંડ્યાએ કહ્યું કે હું હવે ત્યારે જ પરત આવીશ કે જયારે મને લાગશે કે મારા માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનો યોગ્ય સમય છે.

હાર્દિકે 87 T20 મેચમાં 142.17ના સ્ટ્રાઈક રેટથી 1271 રન બનાવ્યા છે. હાર્દિકે કહ્યું, ‘સાચું કહું તો મને સિક્સર મારવી ગમે છે, પરંતુ એક ખેલાડી તરીકે તમારે વધુ સારું થતું રહેવું પડે છે. તેણે કહ્યું કે હું બેટિંગ કરતી વખતે ભાગીદારીમાં વિશ્વાસ રાખું છું.

Most Popular

To Top