Charchapatra

ઓલરાઉન્ડ નં.-1 પ્રધાનમંત્રી

ઉપરના મથાળા હેઠળ મોદીજીની ભુરી ભુરી તારીફ કરતુ ચર્ચાપત્ર તા. 12-8ના રોજ કિશોરભાઇએ લખ્યુ છે જે સિક્કાની એકજ બાજુ દર્શાવે છે. પ્રધાનમંત્રી મોદીજી બોલ્ડ નિર્ણયો લેવામાં નં. 1 છે એ એમના વિરોધીઓ પણ સ્વીકારે છે. પરંતુ એમના બોલ્ડ નિર્ણયોમા સતત આયોજનનો અભાવો દેખાઇ આવે છે. એમના નિર્ણયો પ્રજાને રાહતો આપવા કરતા રંજાડવાનું કામ વધુ કરે છે. નોટબંધી નિર્ણય જીએસટી અમલ કોરોના સામે ઇન્સ્ટંટ લોકડાઉન વિ.મા જોયુ અને અનુભવ્યુ છે. નોટબંધીએ ભારતના વેપાર ઉદ્યોગની કમ્મર તોડી નાંખી છે. જીએસટીની અફરાતફરી હજી ચાલુ છે.

કોરોના સામે 21 દિવસમાં યુધ્ધ જીતી જવાની બોગસ ડંફાસો લોકડાઉન જાહેર કરતી વખતે હોકી કોઇ તૈયારી ન કરતા લાખ્ખો મરણને શરણ થયા દોઢ વર્ષ થયું. હજી પુરેપુરુ યુધ્ધ જીત્યા નથી. મોદીજી વક્તૃત્વ કળાથી કરોડો લોકોને વશીભૂત કરી શકે છે. વિરોધપક્ષોની સરકારો ઉઠલાવવામાં નં. 1 છે. અઢળક લોકપ્રિય અને બહુમતીના જોરે લોકશાહીના મુલ્યોની સ્મશાન યાત્રા કાઢવામા નં. 1 છે. રફાલે ફાઇટર પ્લેન સાધનો ગોટાળો હોય કે પગાસસ જાસુષી કોડ હોય. સંસદમાં જવાબ નહીં આપવાથી માંડીને વિરોધ પક્ષોને લકનજરમાં ધમાલીયા સાબિત કરવામા નંબર-1 છે. એમણે સાધુનો વેશ ધર્યો છે. પરંતુ યાદ રહે સીતાનું હરણ કરવા રાવણે પણ સાધુવેશ લઇ સીતામાતાને ભ્રમિત કર્યા હતા. માટે બહુ હરખાશો નહી.
સુરત       – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top