શુક્રવારે ગુજરાતમાં નવા ભાજપ મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓનો સમાવેશ કર્યો હતો. અગાઉના છ મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સહિત ગુજરાતમાં કુલ મંત્રીઓની સંખ્યા હવે 26 થઈ ગઈ છે જે પહેલા 17 હતી. હવે તમામ મંત્રીઓને પણ તેમના વિભાગો સોંપવામાં આવ્યા છે.
આ પહેલાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હાલમાં સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ છે. હર્ષ સંઘવીને ગૃહ મંત્રી બનાવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા. તેમની પાસેના તમામ ખાતાઓ યથાવત રાખવામાં આવ્યા છે.
મંત્રીઓને ફાળવવામાં આવેલા ખાતા
- ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી – સામાન્ય વહીવટ, વહીવટી સુધારા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ ગૃહનિર્માણ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, પંચાયતો, રસ્તાઓ અને મકાનો, ખાણ અને ખનિજો, નર્મદા અને કલ્પસર, માહિતી અને પ્રસારણ, દારૂબંધી અને આબકારી, બધી નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા બધા વિષયો.
- હર્ષ સંઘવી (નાયબ મુખ્યપ્રધાન ) ગૃહ વિભાગ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યોરિટી, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, દારૂબંધી તથા આબકારી અને જકાત, ટ્રાન્સપોર્ટ, કાયદા મંત્રાલય, રમતગમત તથા યુવા અને સંસ્કૃતિ મંત્રાલય, ઉદ્યોગ તથા નમક ઉદ્યોગ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગ, પ્રીન્ટીંગ તથા સ્ટેશનરી, પવિત્ર યાત્રાધામ બોર્ડ, સિવિલ એવિએશન,
- કનુ દેસાઈ (કેબિનેટ મંત્રી) નાણા અને શહેરી વિકાસ
- ઋષિકેશ પટેલ(કેબિનેટ મંત્રી)- ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
- કુંવરજી બાવળિયા (કેબિનેટ મંત્રી) શ્રમ અને રોજગાર
- અર્જુન મોઢવાડિયા(કેબિનેટ મંત્રી) વન અને પર્યાવરણ, સાયન્સ ટેક્નોલોજી
- જીતુ વાઘાણી (કેબિનેટ મંત્રી) કૃષિ અને સહકાર
- રમણ સોલંકી (કેબિનેટ મંત્રી) અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા
- પ્રદ્યુમન વાજા (કેબિનેટ મંત્રી) સામાજિક ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ
- નરેશ પટેલ (કેબિનેટ મંત્રી) આદિજાતિ વિકાસ
ઉપરાંત જે મંત્રીઓને સ્વતંત્ર હવાલા આપવામાં આવ્યા છે તેમાં પ્રફુલ પાનશેરિયા રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) આરોગ્ય, ઈશ્વરસિંહ પટેલ રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) પાણી પુરવઠા અને જળ સંપત્તિ અને મનીષા વકીલ રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) મહિલા અને બાળ વિકાસનો સમાવેશ થાય છે.
રાજ્યકક્ષાના મંત્રીઓ અને તેમનાં વિભાગ
- પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષા મત્સ્ય ઉદ્યોગ
- રીવાબા જાડેજા રાજ્યકક્ષા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ
- પી.સી. બરંડા રાજ્યકક્ષા આદિજાતિ વિકાસ, અન્ન-નાગરિક પુરવઠો, ગ્રાહક બાબત
- કાંતિ અમૃતિયા રાજ્યકક્ષા શ્રમ અને રોજગાર
- કૌશિક વેકરિયા રાજ્યકક્ષા કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, સંસદીય બાબતો
- રમેશ કટારા રાજ્યકક્ષા કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન
- જયરામ ગામિત રાજ્યકક્ષા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક તથા નાગરિક ઉડ્ડયન
- દર્શના વાઘેલા રાજ્યકક્ષા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ
- પ્રવીણ માળી રાજ્યકક્ષા વન અને પર્પાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, વાહન-વ્યવહાર
- સંજયસિંહ મહીડા રાજ્યકક્ષા મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્રામીણ વિકાસ
- કમલેશ પટેલ રાજ્યકક્ષા નાણાં, પોલીસ હાઉસિંગ, નશાબંધી-આબકારી
- ત્રિકમ છાંગા રાજ્યકક્ષા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ