ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDCની ભાવનગર જિલ્લાની નારી ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીના ઓન લાઇન ડ્રો કરાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક વસાહતોમાં ઓનલાઇન ડ્રો થી પ્લોટ ફાળવણીનો નવતર અભિગમ આપણે અપનાવ્યો છે. પટેલે કહયું હતું કે વિકાસના રોલ મોડેલ એવા ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં MSME ઉદ્યોગોના યોગદાનને વિશેષ યોગદાન છે. તેમણે કહ્યું કે, રાજ્યના આવા MSME ઉદ્યોગો લાખો લોકો માટે રોજગાર અવસરોનું માધ્યમ બન્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને આત્મનિર્ભર ગુજરાતથી સાકાર કરવામાં MSME એકમો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ નારી ઔદ્યોગિક વસાહત ૧૧પ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી છે અને MSME તથા પ્લાસ્ટિક MSME ઝોન તેમજ જનરલ અને પ્લાસ્ટિક ઝોન એમ કુલ ૪ ઝોન આ વસાહતમાં છે. મુખ્યમંત્રીએ નારી ઔદ્યોગિક વસાહતમાં MSMEના ૩૪૧ તથા પ્લાસ્ટિક MSMEના ર૩૬ મળી કુલ પ૭૭ પ્લોટની ઓનલાઇન ડ્રો થી ઉદ્યોગકારોને ફાળવણી કરી હતી.
પટેલે કહ્યું હતું કે, સર્વગ્રાહી ઔદ્યોગિક વિકાસની નેમ સાથે MSME, મિડીયમ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સૌને વિકસવાની પૂરતી સુવિધા ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં ઉપલબ્ધ બનાવી છે. રાજ્યમાં જિલ્લા, તાલુકા કક્ષાએ GIDC વસાહતોમાં MSME એકમોને વિકસવા વોકલ ફોર લોકલની તક પણ આપીએ છીયે.