Trending

Tesla અને Metaના CEO વચ્ચે યોજાશે કેજ ફાઈટ, આ જગ્યાએ આવશે સામસામે

વોશિંગ્ટન : ટેસ્લાના (Tesla) CEO એલોન મસ્ક (Allone musk) અને મેટાના CEO માર્ક ઝુકરબર્ગની વચ્ચે કેજ ફાઈટ (Cage fight) ખુબજ ચર્ચામાં છે. આ ફાઈટને માટે મસ્ક અને ઝુકરબર્ગે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. ટેસ્લાના CEO એલોન મસ્કની ટ્રેનિંગનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે લોકપ્રિય પોડકાસ્ટર અને AI સંશોધક લેક્સ ફ્રીડમેન સાથે લડતા જોવા મળી રહ્યા છે. જોકે એલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ બંનેને લોકપ્રિય પોડકાસ્ટર અને AI સંશોધક લેક્સ ફ્રીડમેન ટ્રેનિંગ આપી રહ્યા છે. ફ્રીડમેને પોતાના ટ્વિટર પર ટ્રેનિંગના વીડિયો અને ફોટા પોસ્ટ કર્યા હતા. એલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગની વચ્ચે વેગાસ ઓક્ટાગોનમાં (Vegas octagon) ફાઈટ થશે.

ખરેખર વાત એમ છે કે માર્ક ઝુકરબર્ગની કંપની મેટાએ ટ્વિટર જેવુ જ એક પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેનો એક અહેવાલ બહાર આવ્યો હતો તે અહેવાલની હેડલાઈન હતી કે ‘ટ્વિટરને ખતમ કરવાનો ઝુકરબર્ગનો માસ્ટર પ્લાન સામે આવ્યો.’ આ હેડિંગવાળો અહેવાલ વાયરલ થયો હતો. આ પછી એલોન મસ્કે ઝુકરબર્ગને ચીડવતી ઈમોજી પોસ્ટ કરી હતી. ત્યાર પછી મારિયો નફવાલ નામના ટ્વિટર હેન્ડલ પરથી માર્ક ઝુકરબર્ગના નવા પ્લેટફોર્મને લગતી વધુ વિગતો શેર કી હતી. તમને જણાવી દઈએ કે એલોન મસ્ક મારિયો નફવાલને ટ્વિટર પર ફોલો કરે છે. મારિયો નફવાલે શેર કરેલી ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે મેટાની નવી એપનું નામ ‘થ્રેડ’ હોઈ શકે છે.

આ પોસ્ટ પછી તેના પર અલગ અલગ કોમેન્ટ આવી રહ્યા હતા જેમાં એક એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે મસ્ક ચેતવીને રહેજો, મેં સાંભળ્યું કે ઝુકરબર્ગ હવે જુ-જિત્સુ કરી રહ્યા છે. આ વાત પછી કેજ ફાઈટ ચેલેન્જની વાત સામે આવી હતી. મસ્કે તે પોસ્ટ પર જવાબ આપ્યો હતો કે હું કેજ ફાઈટ માટે તૈયાર છું. જેના જવાબમાં ઝુકરબર્ગે મસ્કને ફાઈટ માટેનું સ્થાન પૂછ્યું હતું. ઝુકરબર્ગેને મસ્કે ફાઈટના સ્થાન માટે વેગાસ ઓક્ટાગોનનું નામ આપ્યું. મસ્ક અને ઝુકરબર્ગની લડાઈ માટે લોકો ખુબજ ઉત્સુક છે. આ પોસ્ટ પરથી મસ્કને અઢળક કોમેન્ટ આવી રહી હતી. જેમાં એક યુઝરે મસ્કની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તે હલ્ક જેવો દેખાઈ રહ્યો હતો.

એલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગને ટ્રેનિંગ આપનાર ફ્રાઈડમેને તેમની પોસ્ટમાં લખ્યું હતું કે મે થોડાક સમય માટે એલોન મસ્ક સાથે સેશન કર્યુ. હું તેમની સ્ટ્રેંથ, પાવર અને સ્કિલથી બેહદ પ્રભાવીત છું. એલન અને માર્ક માર્શલ આર્ટ્સ કરતા જોવાનું ખરેખર પ્રેરણાદાયક છે.

Most Popular

To Top