ઊર્દુ અને હિન્દીમાં બે સૂચક શબ્દો છે. રસ ધરાવનાર રસિયા કહેવાય અને સંબંધ માટેનો શબ્દ ‘નાતા’ પ્રચલિત છે. યુક્રેનનો રશિયા સાથે ગાઢ સામાજિક તથા સાંસ્કૃતિક સંબંધ છે આમ છતાં તે સામ્યવાદી દેશ નથી. રશિયા તરફી વિદ્રોહીઓ અને યુક્રેનના સૈન્ય વચ્ચે લડાઈમાં ચૌદ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકા તમાશો નિરખી બેવડી ચાલ ચાલે છે ત્રીજા વિશ્વયુદ્ધના સંજોગો સર્જાઈ રહ્યા છે. ‘‘નાટો’’ સંગઠન યુક્રેનને તેનું સભ્ય બનાવવા ચાહે છે રશિયાને યુક્રેનનું આ સંપન્ન ખૂંચે છે. સરહદી ભૂમિ વિવાદ અને ‘નાટો’ સાથેનો નાતો એટલે કે સંબંધ રશિયા માટે અસહ્ય છે, ઉપરાંત વિરોધાભાસી રાજ વિચારધારા તંગદિલી સર્જે છે, જો રશિયાની માગણી મુજબ ‘‘નાટો’’ સંમત થાય તો ‘‘નાટો’’ એ પોલેન્ડ તથા બાલ્ટિક દેશો એસ્ટ્રોનિયા, લિથુમાંથી તેનું સૈન્ય પાછુ બોલાવી લેવુ પડે, અને પોલેન્ડ, રોમાનિયા જેવા દેશોમાં પણ ‘‘નાટો’’ પોતાની મિસાઈલો ગોઠવી શકે નહી. પુતિન તો ઈચ્છે છે કે યુક્રેન માત્ર ‘‘નાટો’’માં જ નહી પરંતુ યુરોપની કોઈ અન્ય સંસ્થામાં પણ ન જોડાય, કોઈ નાટો કે સંબંધ ન રાખે, વળી ‘‘નાટો’’ ને સતત કહે છે કે તેણે પૂર્વ માં તેના સૈન્યનો વિસ્તાર નહીં કરતા, પૂર્વ યુરોપમાંની તમામ પ્રવૃત્તિઓ અટકાવી દેવી જોઈએ. રાજકીય હઠાગ્રહના પરિણામ પર અવલંબે છે વિશ્વનું ભવિષ્ય..
સુરત- યુસુફ એમ. ગુજરાતી