SURAT

મોટા વરાછાના પાનના ગલ્લાવાળાના આપઘાત માટે ત્રણ સગી બહેન જવાબદાર હોવાના આક્ષેપ

કામરેજ: પાંચ દિવસ અગાઉ મોટા વરાછામાં પાનનો ગલ્લો ચલાવતા આધેડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જો કે તે પૂર્વે તેણે બનાવેલા વિડીયોમાં ત્રણ સગી બહેનોને ટાંકીને, તેમના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. 35 લાખ રૂપિયા પરત નહીં કરવા માટે ત્રણેય બહેનો બદનામ કરવાની ધમકી આપતી હતી. પોલીસે મૃતકની ફરિયાદને આધારે ત્રણ સગી બહેન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

  • ઝેરી દવા પીતી વેળા આધેડે વિડીયો બનાવ્યો હતો
  • 35 લાખ પરત નહીં કરવા ત્રણેય બહેનો મળીને બદનામ કરતાં હોવાની કેફિયત વિડીયોમાં જણાતાં પોલીસે ગુનો નોંધ્યો

મૂળ ભાવનગર જિલ્લાના મોદાગામના વતની અને હાલ મોટા વરાછા ફાયર સ્ટેશનની બાજુમાં ઈન્દ્રલોક સોસાયટીમાં ફલેટ નંબર ડી-1-402માં રહીને પાનનો ગલ્લો ચલાવતા સુરેશ ગોરધનભાઈ શીંગાળા (ઉ.વ.50)ને, પાંચ દિવસ અગાઉ કામરેજ તાલુકાના અબ્રામા ગામે પી.પી.સવાણી સ્કુલ પાસે ખેતરમાં પોતાના મોબાઈલ ફોનમાં વીડીયો બનાવી જતુનાશંક દવા પી જતાં સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. શુક્રવારના રોજ આધેડનું સારવાર દરમિયાન મોડી રાત્રે હોસ્પીટલમાં મોત નીપજ્યું હતું. મરનારના મોટાભાઈ બાવચંદે કામરેજ પોલીસ મથકમાં દિપુબેન ગજેરા, શીલ્પાબેન પંકજભાઈ પટેલ અને મોહિનીબેન ધર્મેશભાઈ પટેલની સામે ફરિયાદ નોંધાવી હતી.

મરનાર સુરેશભાઈએ મોબાઈલ ફોનમાં બનાવેલા પોતાના વીડીયોમાં જણાવ્યું હતું કે શિલ્પાબેન પાસે રૂ.20 લાખ અને મોહિનીબેન પાસે 15 લાખ રૂપિયા માંગું છું. રૂપિયા માંગણી કરવા છતાં તેઓ રૂપિયા આપતા નથી અને રૂપિયાની જરૂર છે તેમ કહેતા બે લાખ રૂપિયા બહારથી શોધી આપું, બે ટકા વ્યાજ આપવું પડશે એવું કહેતા હતાં. બન્ને પાસે રૂપિયા લેવાના હોવા છતાં તેઓ રૂપિયા નથી આપતા. પોતાના જ રૂપિયા મને આપીને વ્યાજ લે છે, એટલે કંટાળી ગયો. હદ બહાર એ હલકી છે, એ મારી ઈજ્જત ઉપર આવી જાય છે અને એટલે હું સાવ કંટાળી ગયો છું, મને મારી ઈજ્જત વ્હાલી છે અને એ બેઈજ્જત કરવા માટે ઘરે બધા આવવાના છે.

મને મારી ઈજ્જત વ્હાલી છે, બીજુ કંઈ વ્હાલું નથી, એટલે હું મરું છું અને બીજા ફોનમાં દીપુબેન અને મારા બધા પીકચરો પાડ્યા છે, એટલે તમે જોઈ લેજો અને તેના ઉપરથી બ્લેકમેઈલ કરે છે. મારા રૂપિયા મોહિની અને શીલ્પાબેને દસ ટકાએ આપેલા હતા, તે રૂપિયા લઈને ભાગી ગયો એટલે મારા રૂપિયાનો બુચ મારી દીધો. રૂપિયા માંગી ધમકી આપે છે કે ઘરે આવીને ભવાડો કરીશું. બીજા મોબાઈલમાં વિડીયોમાં દીપુબેન ગજેરા, શીલ્પાબેન પંકજભાઈ પટેલ, મોહિનીબેન ધર્મેશભાઈ પટેલ ત્રણેય સગી બહેન છે. એના લીધે હું મરું છું અને મને ચાર મહિનાથી હેરાન કરે છે.

Most Popular

To Top