નવી દિલ્હી: યુપી (UP) પોલીસ ભરતી પરીક્ષા (Exam) પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન પરિક્ષામાં ગરબડ કરનાર 244 લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. ક્યાંક કોઈ બીજાની જગ્યાએ બેસી પરીક્ષા આપી રહ્યું હતું, તો ક્યાંક સોલ્વર ગેંગ (Solver Gang) ઝડપાઈ હતી. તો ક્યાક પેપર લીકના (Paper leak) સમાચાર પણ સોશિયલ મીડિયા (SocialMedia) પર વહેતા થયા હતા.
જણાવી દઈએ કે યુપી પોલીસ કોન્સ્ટેબલની 60244 જગ્યાઓ માટે બે દિવસીય ભરતી પરીક્ષા 17 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ હતી. આ ભરતી પરીક્ષામાં 48 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને જોતા રાજ્યના તમામ 75 જિલ્લામાં 2385 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. જો કે કડક સુરક્ષા અને કડક બંદોબસ્ત હેઠળ લેવાયેલી આ પરીક્ષાનું પેપર લીક થવાના સમાચારો સામે આવી રહ્યા છે.
દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે પોતે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ ભરતી પરીક્ષા 2024ના તમામ સત્રોના પેપર લીક થયાના સમાચાર સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ સાથે ફેલાઈ રહ્યા છે. જેના કારણે લાખો બેરોજગાર યુવાનોમાં રોષનું વાતાવરણ છે.
પેપરના કેટલાક સ્ક્રીનશોટ અને ફોટા સાથે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે 17 ફેબ્રુઆરીએ બીજી શિફ્ટમાં લેવાયેલી યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. સોશિયલ મીડિયા યુઝર્સે ‘X’ (અગાઉ ટ્વિટર) પર દાવો કરી રહ્યા છે કે આન્સર કી સાથેનું સેકન્ડ શિફ્ટ પેપર વાયરલ થઈ રહ્યું છે.ે
UPPPRB એ તમામ દાવાઓ નકાર્યા
પેપર લીક થયાના દાવાઓ વચ્ચે યુપી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ (UPPPRB)એ ટ્વીટ કરીને જરૂરી માહિતી આપી છે. UPPPRB એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર ટ્વીટ કરીને પેપર લીકના દાવાને નકાર્યો છે. બોર્ડનું કહેવું છે કે પેપર લીકને લઈને સોશિયલ મીડિયા પર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. UPPPRBએ તેના ટ્વિટમાં લખ્યું છે કે, ‘પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે દુષ્કર્મીઓ સોશિયલ મીડિયા પર પેપર લીકને લઈને છેતરપિંડી કરવા અને ભ્રમ ફેલાવવા માટે ટેલિગ્રામની એડિટ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. બોર્ડ અને @Uppolice આ કેસોની દેખરેખ રાખી રહ્યા છે અને તેમના સ્ત્રોતોની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.