નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા એક સુનાવણી દરમિયાન ફટાકડાં (Crackers) ફોડવા મામલે આ વર્ષે ત્રીજીવાર ગાઇડલાઇન(Gideline) જાહેર કરી છે. આ સાથે કોર્ટે ટકોર કરી કે, ફટાકડા ફોડવા અંગેની કોર્ટની ગાઈડલાઈન માત્ર દિલ્હી માટે નથી. દેશના તમામ રાજ્યોમાં આ ગાઈડલાઈન લાગુ પડે છે. તમામ રાજ્યોની સરકાર તેનો અમલ કરાવે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં અર્જુન ગોપાલ, આરવ ભંડારી અને જોયા રાવ ભસીન દ્વારા અદાલતમાં ફટાકડાંઓ ઉપર પ્રતિબંધ મુકવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટે ફટાકડાંઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા પર મનાઇ ફરમાવી દીધી હતી. પણ આ અરજીની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા આગળ પણ બે વાર ફટાકડાં ફોડવા મામલે ગાઇડલાઇન જાહેર થઇ હતી.
ફટાકડાંઓ માટે કઇ ગાઇડલાઇનનું પાલન કરવાનું છે ?
ફટાકડાંઓ માટે સુપ્રીમ કોર્ટે પહેલીવાર 23 ઓક્ટેબર 2018ના રોજ અને બીજીવાર 29 ઓક્ટોબર 2018ના રોજ ગાઇડલાઇન જાહેર કરી હતી. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ફડાકડાંઓ પર સંપૂર્ણ રોક લગાવી શકાય નહીં, પરંતુ એવા ફટાકડાંઓ પર પ્રતિબંધ છે જેમાં બેરિયમ સોલ્ટ હોય છે.
આ ઉપરાંત ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન ફટાકડાંઓ સિવાય બીજા બધાં ફટાકડાંઓ ફોડવા પર અને તેના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે ફટાકડાં ફોડવાનો સમય પણ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ગાઇડલાઇન પ્રમાણે, દિવાળી પર રાતે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડાં ફોડી શકાશે. અને ક્રિસમસ અને ન્યૂ યરની રાત્રે 11:55 થી 12:30 વાગ્યા સુધી જ ફટાકડાં ફોડી શકોશે.
ફટાકડાંઓને લઇને ગાઇડલાઇન કેમ ?
ફટાકડાંઓ ફોડવાને કારણે વાતાવરણમાં ગંભીર બદલાવો જોવા મળે છે. જે માનવજાતિ માટે આગળ જતાં મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આજે દિલ્હી- NCR જેવા કેટલાઇ પ્રદેશો વાતાવરણના પ્રદૂષણના કારણે ઝેહરીલી હવાથી પરોશાન છે. અને આ સમસ્યાને લઇને કરવામાં આવેલ અભ્યાસના પરિણામો પણ તેની ગંભીરતાં દર્શાવે છે. ત્યારે આવી સમસ્યાઓને ધ્યાનમાં લઇને દેશમાં વધારે મુશ્કેલીઓ ન સર્જાય તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાંને લઇને ગાઇડલાઇન જારી કરવામાં આવેલ છે.