Entertainment

મણિરત્નમની ફિલ્મના બધા જ ‘મહિલા રત્ન’ સશક્ત કિરદાર હતા

કોલીવુડમાં પણ બે લોબી છે, જ્યાં કમલ હસન – ઇલિયારાજાને સપોર્ટ કરે છે, પણ ‘થલાઈવા’ રજનીકાંત મ્યુઝિક કમ્પોઝર ઇલિયારાજા સાથે કામ કરવાનું ટાળે છે, ફિલ્મમેકર કે.બાલાચંદર અને ભારથીરાજાએ પણ આગળ જતા ઇલિયારાજા સાથે કામ કરવાનું ટાળ્યું હતું. ઇલિયારાજા કૉલીવુડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું નામ, વળી મનોરંજન જગતમાં અહંકાર ખુબ મોટા હોય છે, મોટા માથાના લોકો સાથે બાથ ભીડવાનું લોકો ટાળતા હોય છે, યુવાન છોકરો એમનું મ્યુઝિક છોડી તેમના ચેલા એટલે આસિસ્ટન્ટ એ.આર .રહેમાન પાસે સંગીત તૈયાર કરાવે, આવું સામર્થ્ય અને બળ બહુ ઓછા લોકો કેળવી શકે છે, આ હિંમત કેળવનાર ડેરિંગબાજ છોકરાનું નામ ‘મણિરત્નમ’  ગોપાલ રત્નમ સુબ્રમણ્યમ ઉર્ફ મણિરત્નમનો હાલમાં જ જન્મદિવસ ગયો છે, હિન્દી – કૉલીવુડના આર્ટિસ્ટ જેવા કે ઐશ્વર્યા રાય, આર.માધવન, અદિતિ રાવ હૈદરી સહીત ઢગલાબંધ આર્ટિસ્ટ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.

સંજોગાવસાત મણિરત્નમને જેમની સાથે બારમો ચંદ્રમા છે એટલે ખટપટ થતી રહે છે એવા ઇલિયારાજાનો જન્મદિન અને મણિરત્નમનો જન્મદિન એક જ દિવસે છે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર પિતાના સંતાન એવા મણિરત્નમની ફિલ્મો ટેક્નિકલી તો જોરદાર હોય છે પણ સાઉન્ડ ડિઝાઇન + સિનેમેટ્રોગ્રાફીમાં પણ મજેદાર હોય છે, તેમના ડિરેકટ ગીતોમાં લિરિક્સ + મ્યુઝિક + અફલાતૂન સિનેમેટ્રોગ્રાફીનું કોમ્બિનેશન હોય, તેમની ટેક્નિકલ ટીમમાં મોંઘી મોંઘી ફી લેનારા સિનેમેટોગ્રાફર જેવા કે સંતોષ સીવન, મધુ અંબાટ અને પી.સી શ્રીરામને તેઓ પોતાની ફિલ્મોમાં સિનેમેટ્રોગ્રાફી માટે હાયર કરતા હતા, ફિલ્મના વિડીયો એડિટિંગની ટિમમાં તેઓ લેનિન વિજયન, સુરેશ યુ.આર.એસ, શ્રીકર પ્રસાદને હાયર કરતા હતા, રાઇટરની ટીમમાં સુજાથા રહેતી હતી.

 તમિલ ફિલ્મ  ‘Mounaragam’ જયારે તેમણે બનાવી હતી ત્યારે આ ફિલ્મ પ્રોજેક્ટમાં મ્યુઝિક કમ્પોઝર ઇલિયારાજા હતા, તેઓ જાણીતું અને મોટું નામ હતા. પોપ્યુલર ઇલિયારાજા સિવાય મણિરત્નમે તમામ નવા નિશાળિયા એક્ટર અને નવી નવી એક્ટ્રેસ ઉપર જુગાર રમ્યો હતો, નવાસવા એક્ટર કાર્થિકને લીધો હતો જેની પાસે કેમિયો કરાવ્યો હતો , તે બહુ મોટો સુપરસ્ટાર નહોતો અને લાખોની સંખ્યામાં ઓડિયન્સ કાંઈ  કાર્થિકને  ઓળખતું નહોતું, મોહનને કાસ્ટ કર્યો હતો જેની થોડી ઘણી મહિલા પ્રસંશક એટલે ફેન્સ હતી,આ સિવાય બહુ ભારેભરખમ પટકથા નહોતી અને વાયોલન્સનો ઓવરડોઝ નહોતો છતાં આ ફિલ્મ સફળ રહી હતી.

મણીરત્નમની ફિલ્મોના મહિલા પાત્રો વર્ષો સુધી દર્શકોની સ્મૃતિમાં જળવાયેલા રહે છે, મણિરત્નમના ફિમેલ કેરકેટરની વિશેષતા શું હોય છે? મણિરત્નમના ફિમેલ કેરેક્ટર  આપણને એક કે બીજી રીતે પ્રેરણા આપતા હોય છે. મણિરત્નમના સ્ત્રી પાત્રો પ્રેમાળ પણ જિદ્દી હોય છે તેઓ ફ્રી સ્પિટેડ અને વનરેબલ હોય છે. તેમના મહિલા પાત્ર ફ્રી સ્પિરિટ હોય છે અને તેમના મહિલા પાત્રો પાસે એટલું કરેજ પણ હોય છે કે તેઓ નિર્ભયતાથી પેશનથી ભરપૂર પ્રેમ કરે છે અને તેમની પાસે સંબંધમાંથી બહાર નીકળી જવાનું કરેજ પણ હોય છે.

મણિરત્નમની ત્રીજી એક ફિલ્મ ‘Kannathil Muthamittal’ માં એક્ટર આર.માધવન અને એક્ટ્રેસ સિમરને અભિનય આપ્યો હતો. આ ફિલ્મમાં સિમરન એક એવી માતા બને છે જે એક બાળકીને દત્તક લે છે અને બાળકી તેની અસલ માને શોધી રહી છે. આ ફિલ્મમાં તે પોતાને એક સવાલ કરી રહી છે કે શું તેણે પોતાના દત્તક સંતાન માટે કશું જ નથી કર્યું કે તે પોતાની જન્મ આપનાર માતાને શોધી રહી છે. આ ફિલ્મ શ્રીલંકન કોન્ફ્લિક્ટ ઉપર આધારિત હતી. મુવી Bombay માં મણિરત્નમે મનીષા કોઈરાલાને મુસ્લિમ મહિલા બાનુંની ભૂમિકા આપી હતી. બાનો એક એવી શાંત  ફાઈટર હતી જેણે કદી પણ ફેઈથ ગુમાવ્યો નહોતો, તે તેના પરિવાર અને હસબન્ડને ખુબ જ ચાહે છે. રિલાયન્સ ગ્રુપના સર્વેસર્વા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ સ્વ. ધીરુભાઈ અંબાણીના જીવન આધારિત ફિલ્મ ‘ગુરુ’ માં અભિષેક બચ્ચનને ગુરુકાન્ત દેસાઈની ભૂમિકા આપી હતી અને જયારે એશ્વર્યા રાય સુજાતાની ભૂમિકામાં છવાય ગઈ હતી.

ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારનો યુવક કેવી રીતે કે નાના વેપારીમાંથી મુંબઈ અને હિન્દુસ્તાનનો સૌથી મોટો બિનઝેસ ટાયકૂન બને છે અને અહીંયા સુજાતાને સૌમ્ય, નટખટ અને ખુશમિજાજ ગૃહિણી દેખાડી હતી જે પોતાના હસબન્ડ સાથે કદમથી કદમ મિલાવે છે, તે સમય જતા કેવી રીતે ગુજરાતની ગ્રામીણ યુવતીમાંથી મુંબઈના બિઝનેસ ટાયકૂનની આધુનિક પત્નીમાં કન્વર્ટ તો થાય છે અને તેની ચોલમાંથી કફપરેડ સુધીની જર્ની રસપ્રદ છે પણ સુજાતા  પોતાના દેશી ગ્રામીણ મૂળિયાં સાથે તે જોડાયેલી રહે છે. મણિરત્નમની ફિલ્મોના સ્ત્રીકિરદાર આવા જ સશક્ત હતા અને રહેશે.

Most Popular

To Top