Charchapatra

સર્વ ધર્મ સમભાવ

પ્રત્યેક ધર્મની વ્યક્તિને સ્વયંના ઈશ્વર વહાલા જ હોય! એમાં બે મત નથી અને બિનસંપ્રદાયિક દેશમાં પ્રત્યેક ધર્મનું સન્માન પણ હોવું જ જોઇએ. પણ ધર્મના નામે સામાજિક શાંતિ જોખમાય એ અયોગ્ય કહેવાય. સૌ પ્રથમ આપણે સૌ ભારતીય છીએ. સૌ ઈશ્વરના બાળકો છીએ. ન્યાત-જાતના વાડા મનુષ્યએ બનાવ્યા છે. સૌને પ્રભુએ સમાન જ બનાવ્યા છે. તો પછી ધર્મને નામે લડાઈ-ઝઘડા કરી અશાંતિ ફેલાવાનો શું અર્થ છે? વર્તમા સમયમાં વિજ્ઞાન દ્વારા ટેકનોનોજીએ હરણફાળ ભરી છે. તો એનો સદઉપવયોગ કરી વિશ્વશાંતિની રચના ન કરી શકીએ?

મદદરૂપ બનીને વિકાસ ન સાધીએ? આ તો બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય એવો ઘાટ થાય! ધર્મની વાત કરીએ તો પ્રત્યેક ધર્મ માનવતા અને શાંતિનો જ સંદેશ ફેલાવે છે. દૂનિયાનો કોઈ પણ ધર્મ હિંસાનો ઉપદેશ નથી જ આપતો. એ સંપુર્ણ સત્ય છે. તો શા માટે ધર્મના ઓથા હેઠળ તોફાનો કરી વૈમનસ્ય વધારવું? માનવધર્મ જ પ્રથમ અને શ્રેષ્ઠ ધર્મ છે એ ભુલાવુ ન જ જોએએ. અમારો જ ધર્મ સારો અને શ્રેષ્ઠ, સમગ્ર વિશ્વમાં અમારો ધર્મ જ હોવો જોઈએ એ માનસિકતા સરાસર ખોટી. ધર્મ આધ્યાત્મિક શાંતિ અને સદકાર્યોની પ્રેરણા બક્ષનાર હોય છે. અંદરોઅંદર લડવા ઝઘડવા માટે નથી હોતા.
સુરત.    – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top