Gujarat

ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશનની 12 ફેબ્રુઆરીએ હડતાળ

ગાંધીનગર: AIPEF (ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશન)એ પાવર સેક્ટરના ખાનગીકરણ અને વીજળી (સુધારા) બિલ 2025 સામે 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્ર વ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળમાં ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશનની સંકલન સમિતિમાં જોડાયેલા હોય તેને ધ્યાનમાં લઈને ખાનગીકરણના વિરોધમાં ગુજરાતના સાત હજાર ઈજનેરો પણ હડતાળમાં ઝંપલાવશે.

દેશભરમાં રાજ્ય વીજ ઉપયોગિતાઓ, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA), દામોદરવેલી કોર્પોરેશન (DVC) અને ભાખરાબિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB)માં કાર્યરત પાવર એન્જિનિયરોનું પ્રતિનિધિત્વ કરતી ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF)એ કેન્દ્રીય ઉર્જા મંત્રીને 12 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશવ્યાપી હડતાલ- કામ બહિષ્કારની ઔપચારિક રીતે જાણ કરી છે.

આ અંગે AIPEFના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે આ હડતાળ ભારતના જાહેર વીજક્ષેત્રને તોડી પાડવાની ધમકી આપતી નીતિઓ સામે લાખો વીજ કર્મચારીઓ અને ઇજનેરોના ભારે ગુસ્સા અને ચિંતાને પ્રતિબિંબિત છે. જો બજેટ સત્રદરમિયાન સંસદમાં વીજળી (સુધારા) બિલ 2025 રજૂ કરવામાં આવશે, તો દેશભરના વીજ કર્મચારીઓ સાથે મળીને પાવર એન્જિનિયરો તાત્કાલિક વીજળી વિરોધી કાર્યવાહી શરૂ કરશે, જેમાં કામ બંધ કરવું અને સામૂહિક રસ્તા પર આંદોલનનો સમાવેશ થાય છે.

“વીજળી ભારતના અર્થતંત્ર, કૃષિ, ઉદ્યોગ અને ગ્રામીણ આજીવિકાની કરોડરજ્જુ છે. પ્રસ્તાવિત વીજળી (સુધારા) બિલ 2025 અને રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 એ સસ્તી વીજળી, જાહેર માલિકી, સંઘીય માળખું અને રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા પર સીધો હુમલો છે.”

AIPEF એ કેન્દ્ર સરકારના આક્રમક ખાનગીકરણ તરફના દબાણનો સખત વિરોધ કર્યો છે, જેમાં વિતરણમાં મલ્ટિ-લાયસન્સિંગ, ફરજિયાત સ્માર્ટ મીટરિંગ, ટ્રાન્સમિશનમાં PPP અને TBCB મોડેલ્સ, કામગીરીનું આઉટ સોર્સિંગ અને નોકરીઓનું કરારીકરણનો સમાવેશ થાય છે. ફેડરેશને ચંદીગઢમાં નિષ્ફળ ખાનગીકરણ પ્રયોગ પર પ્રકાશ પાડ્યો હતો અને ઉત્તરપ્રદેશ (PVVNL અને DVVNL), રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં સમાન પગલાં સામે ચેતવણી આપી હતી.

ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ મુખ્ય માંગણી કરવામાં આવી છે કે વીજળી (સુધારા) બિલ, 2025 તાત્કાલિક પાછું ખેંચવું, જે ખાનગીકરણ અને બહુ-લાયસન્સિંગને પ્રોત્સાહન આપે છે, ક્રોસ-સબસિડીને જોખમમાં મૂકે છે, ટેરિફમાં વધારો કરે છે અને ખાનગી ખેલાડીઓને નફાકારક ગ્રાહકો પસંદ કરવાની મંજૂરી આપે છે. શાંતિ અધિનિયમ, 2025 પાછો ખેંચવો, જે પરમાણુ સલામતી અને જવાબદારીને નબળી પાડે છે અને સાથે સાથે આ ક્ષેત્રને ખાનગી અને વિદેશી હિતો માટે ખુલ્લું મૂકે છે.
રાષ્ટ્રીય વીજળી નીતિ, 2026 પાછી ખેંચી લેવી, જે ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં ખાનગીકરણને આક્રમ કરી તે આગળ ધપાવે છે. ઉત્તરપ્રદેશમાં PVVNL અને DVVNL માટે ખાનગીકરણના નિર્ણયો તાત્કાલિક પાછા ખેંચવા સહિત, વીજ ઉપયોગિતાઓ નાખાનગીકરણ પર સંપૂર્ણ રોક લગાવવી.

સ્માર્ટ મીટરિંગ પાછું ખેંચવું. નોકરીઓનું કરારીકરણ બંધ કરો અને કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરો, જે ઓ નોકરીની સુરક્ષા અથવા સામાજિક સુરક્ષા વિના આ ક્ષેત્ર ચલાવી રહ્યા છે. સલામતી અને વિશ્વસનીયતાને અસરકરતી મોટી ખાલી જગ્યાઓ ભરવા માટે ઇજનેરો અને કર્મચારીઓની તાત્કાલિક ભરતી.

વીજક્ષેત્રના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવી. કેન્દ્રીય યોજનાઓ અને નિર્દેશો દ્વારા રાજ્યોને હાથ મચકોડીને ભારતના સંઘીયમાળખા પરના હુમલાને રોકો. “જો સરકાર અર્થ પૂર્ણ રીતે જોડાવવાનો ઇનકાર કરે છે, તો વીજ પુરવઠામાં કોઈપણ વિક્ષેપ માટે તે સંપૂર્ણ જવાબદારી લેશે. પાવર એન્જિનિયરો પાસે જાહેરશક્તિ અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી,

Most Popular

To Top