તા. ૬ ઓગષ્ટ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પાના નં ૧૪ ઉપર ફોટા સાથે, તાતીથૈયામાં બે સંતાનના પિતા સાથે પ્રેમ કરનાર યુવતીના જાહેરમાં વાળ કપાયા તેવા સમાચાર પ્રકાશિત થયા છે. આ વાળ કાપનાર બીજું કોઈ નહીં, પણ જે પુરુષ સાથે યુવતીને પ્રેમ થયો હતો તેની પત્ની હતી. હવે પ્રશ્ન એ થાય કે વાળ કાપનાર યુવતીનો પતિ જે બે સંતાનનો પિતા હોવા છતાં તેણે પત્ની સિવાય અન્ય યુવતી સાથે પ્રેમ કર્યો તો તેનો પતિ કોઈ રીતે જવાબદાર ખરો કે નહીં? તો સજા એકલી યુવતીને શું કામ? જો ખરેખર તમારે પાઠ ભણાવવો હોય તો તમારા પતિને ભણાવવો જોઈએ કારણ કે તમને છોડીને અન્ય યુવતી સાથે પ્રેમ તો તેણે પણ કર્યો જ છે ને? પણ સમાજમાં એવી પ્રણાલી બની ગઈ છે કે કંઈ પણ બને અને પુરુષ જવાબદાર હોય તો પણ કથિત મહિલા જ જવાબદાર ગણાય. ઉપરનું દૃષ્ટાંત તેનું ઉદાહરણ છે. સમાજે તેની માનસિકતા બદલવી જોઇએ.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
પુરુષને બધી છૂટ?
By
Posted on