SURAT

ગણેશ વિસર્જનને લઈ 17મીએ શહેરની તમામ સિટીબસો તેમજ બીઆરટીએસ બસો બંધ રહેશે

સુરત: શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત સીટી બસ તેમજ બીઆરટીએસ બસો શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ અઢી લાખ મુસાફરો મુસાફરીનો લાભ લઈ રહ્યા છે. તા. 17 મી એ ગણેશ વિસર્જન હોય મનપા દ્વારા વિસર્જનના દિવસે શહેરમાં તમામ સીટીબસો અને બીઆરટીએસ બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે.

તા. 17 મી સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન યાત્રા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું હોય ગણેશજીની ઉંચી પ્રતિમાઓ તથા અન્ય નાની પ્રતિમાઓ કૃત્રિમ તળાવો અને કુદરતી ઓવારાઓ તેમજ હજીરા ખાતે વિસર્જન થતી હોય છે. જેથી મનપા દ્વારા અઠવાગેટ, SVNIT, રાહુલરાજ મોલ, એસ.કે.નગર, જુની RTO ટી-પોઇન્ટ, અઠવા ઓવર બ્રીજ, સરદાર તાપી બ્રીજ, અડાજણ ગામ, સ્ટાર બજાર, પાલ આર.ટી.ઓ, ભાઠા ગામ, ONGC સર્કલ, ક્રિભકો ઓવર બ્રીજ, મોરા સર્કલ, L&T, હજીરા બટ ઓવારા, ગજેરા રત્નામાલા સર્કલ, ડભોલી ચાર રસ્તા, ડભોલી બ્રીજ, સુભાષબાગ સર્કલ, દાંડી રોડ જહાંગીરાબાદ, નહેર ચાર રસ્તા, દાંડી ફાટક ચાર રસ્તા, ભેસાણ ચાર રસ્તા, ONGC સર્કલ પરવત પાટીયા, કબુતર સર્કલ, ભાટેના સર્કલ, ખરવર્નગર રોકડીયા સર્કલ, ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ, ગાંધી કુટીર, ભટાર ઓવર બ્રીજ, બ્રેડલાઇનર સર્કલ, અણુવ્રત દ્વાર બ્રીજ, પનાસ નહેર, વેસુ કેનાલ રોડ, રાજ હંસ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, હજીરા હાઇવે રોડ એસ.કે.નગર ઓવર બ્રીજ સહિતના તમામ વિસ્તારોની BRTS તેમજ સીટી બસોની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Most Popular

To Top