અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ મનપા દ્વારા શહેરના મધ્ય વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. પરિણામે શહેરના કોટ વિસ્તાર (મધ્ય અમદાવાદમાં) પ્રવેશતા 13 દરવાજા ઉપર ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. જ્યાંથી પ્રવેશતા તમામ લોકો પોલીસ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જો તેમના શરીરનું તાપમાન ઊંચું જાય તો તેમને હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેવું અમદાવાદ મનપા કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું.
14મી એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હવે સાત દિવસ બાકી છે, ત્યારે શહેરના કોટ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થયો છે. તેને લઈને આ વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ત્યાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ અન્ય કર્મચારીઓ મેડિકલ પેરામેડિકલ સ્ટાફનું પણ ચેકીંગ કરી રહ્યા છે.
કોટ વિસ્તારમાં પ્રવેશવાના તમામ ગેટ પર કોરોના ચેક પોસ્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જમાવ્યું હતુ કે શહેરના કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરાયો છે. જેટલા પણ ગેટ છે ત્યાં કોરોના ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. દરેકની ચકાસણી થઈ રહી છે. કાલુપુર શાકમાર્કેટ અને બજાર બંધ કરાયા છે. રસ્તાઓ પર જરૂરી બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. શહેરના રસ્તારઓ પર 13 જગ્યાએ કોરોના ચેકપોસ્ટ બનાવી છે,અત્યાર સુધીમાં 12000 લોકોને ચેક કરવામાં આવ્યા છે700થી વધુ ટીમો ડોર ટુ ડોર તપાસ કરી રહી છે. આવનારા દિવસોમાં મેગા સર્વેલન્સ હાથ ધરાશે. શહેરના કોટ વિસ્તારમાં રહેતા તમામ લોકોની આવતી કાલથી તપાસ શરૂ કરાશે.વધુ સેમ્પલો લેવાઈ રહયા છે, આવનારા દિવસમાં વધુ કેસ સામે આવશે
વિજય નહેરાએ વધુમાં કહ્યું કે મોબાઈલ ટેસ્ટિંગ માટે 7 વાન છે. બપોર પછી રેનબસેરા અને લેબર કોલોનીઓમાં પણ તપાસ હાથ ધરાશે. રોજના 600 સેમ્પલ લેવાઈ રહ્યાં છે. આવનારા દિવસમાં કેસ સામે આવશે. એક પોઝિટિવ વ્યક્તિ 400 લોકોને અસર કરી શકે છે. છેલ્લા 2 દિવસમાં 1250 સેમ્પલ લીધા છે. મનપાની ટીમો ઘરે ઘરે જઈને સેમ્પલ લઈ રહી છે. વધુમાં વધુ સેમ્પલ લઈએ છીએ. જો લોકડાઉન લંબાવાશે તો પણ સગવડ કરવામાં આવશે.
પોઝિટિવ કેસોના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટ કરાશેભવિષ્યમાં અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા લાખોની સંખ્યાને વટાવે એવી ભીતિ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના રોજના 650 ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. આ અગાઉ 16 દિવસમાં કુલ 650 ટેસ્ટ કરાયા હતા. સોમવારે 500 ટેસ્ટ થયા હતા. મંગળવારે 650 ટેસ્ટ થયા છે. આમ 48 કલાકમાં કુલ 1150 ટેસ્ટ કરાયા છે જેને કારણે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં મોટો ઉછાળો આવશે, તેવું મનપા કમિશ્નરે જણાવ્યું હતું.
જીવરાજ મહેતા હોસ્પિટલના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓ શંકાના ઘેરામાં
અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના એક દર્દીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ હોસ્પીટલનો તમામ સ્ટાફ શંકાના ધેરામાં આવી ગયો છે, જેના પગલે આ હોસ્પિટલના 139 સ્ટાફનીમેડિકલ તપાસ કરવામાં આવશે.
અમદાવાદમાં કોરોનાનો હાહાકાર વધતો જાય છે ત્યારે આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીને એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા આ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેથી તેના સંપર્કમાં આવેલા જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફના 139 વ્યક્તિઓ શંકાના ઘેરામાં આવી ગયા છે,સ્ટાફના તમામ સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવા કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તમામ કર્મચારીઓની મેડિકલ તપાસ કરવામાં આવશે.