આણંદ: વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) ચાંગાના તમામ 21 ફૂલટાઈમ રિસર્ચ સ્કોલરોને SHODH પ્રોજેકટ અંતર્ગત સ્કોલરશીપ પ્રાપ્ત થઈ છે. ચારુસેટના તમામ 21 ફૂલટાઈમ રિસર્ચ સ્કોલરોએ SHODH પ્રોજેકટ માટે અરજી કરી હતી. સ્કોલરશીપ પ્રાપ્ત કરનારાઓમાં PDPIASના 13, CIPSના 3, RPCPના 3, CSPITના 1, KRADLEના 1 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ચારુસેટ એ જણાવતા ગર્વ અનુભવે છે કે ચારૂસેટના સંપૂર્ણ સમયના સંશોધન વિદ્વાનોએ SHODH તરફથી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી છે. ચારૂસેટ પરિવાર ગૌરવ અનુભવે છે કે ચારૂસેટના તમામ ફૂલટાઈમ રિસર્ચ સ્કોલરોને SHODH સ્કોલરશીપ પ્રાપ્ત થઈ છે. ચારૂસેટના ડીન (રિસર્ચ) ડો. આર. વી. ઉપાધ્યાય તમામ ફૂલટાઈમ રિસર્ચ સ્કોલરોને અભિનંદન આપે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.
ચારુસેટ યુનિવર્સિટીમાં સંશોધન અને નવીનતા એ વૃદ્ધિ અને વિકાસનો હિસ્સો છે. ચારુસેટ સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે પીએચડી કાર્યક્રમો ઓફર કરે છે, સીડ રિસર્ચ ગ્રાન્ટ આપે છે, રિસર્ચ પેપર એવોર્ડ, એન્ડોમેન્ટ ચેર વગેરે પ્રવૃતિઓ કરે છે. યુનિવર્સિટી ઉચ્ચ લાયકાત ધરાવતા ફેકલ્ટી સભ્યો, ઉત્કૃષ્ટ માળખાગત સુવિધાઓ અને અત્યાધુનિક સુવિધાઓ દ્વારા ચારુસેટના વિદ્યાર્થીઓને સંશોધનલક્ષી વાતાવરણ પૂરું પાડે છે.
ચારૂસેટે યુવા રિસર્ચ સ્કોલરો માટે અનુસ્નાતક સંશોધન જેવા કે પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ (PDF), પીએચડી સ્કોલર ફેલોશિપ (CPSF), અનુસ્નાતક વિદ્યાર્થી ફેલોશિપ (PGSF) અને વિઝિટર સ્ટુડન્ટ રિસર્ચ ઇન્ટર્નશીપ (CVSRI) વગેરે રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે ફેલોશિપ શરૂ કરી છે. ગુજરાત સરકાર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં સંશોધન ક્ષમતાને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારનો ઉમદા અને ઐતિહાસિક પ્રોજેક્ટ છે:
SHODH-ScHeme of Developing High quality research. ખૂબ જ લાભદાયી અને મહત્વાકાંક્ષી આ યોજનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનની સજ્જતા વધશે. SHODH શિષ્યવૃત્તિ યોજના હેઠળ, ગુજરાતની માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને દર મહિને રૂ 15 હજારનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ સ્ટાઇપેન્ડ 2 વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે. આ સિવાય, પીએચડી વિદ્યાર્થીને વાર્ષિક રૂ. 20 હજાર સહાયક ખર્ચ માટે આપવામાં આવશે.