નવી દિલ્હી: કોરોના (Corona) વાયરસના કારણે વિશ્વ (World) છેલ્લા 2 વર્ષથી પરેશાન છે. કોરોનાના કેસો સમગ્ર વિશ્વમાં આજે પણ નોંધાઈ રહ્યા છે. પરંતુ આ અંગે અત્યાર સુધી કોઈ ચોક્કસ જાણકારી (Information) મળી શકી નથી કે કોરોના વાયરસની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઈ? આ અંગે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને કોરોના વાયરસને લઈને એવું નિવેદન આપ્યું છે જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. કિમ જોંગે દાવો કર્યો છે કે એલિયન્સને કારણે કોરોના ફેલાઈ રહ્યો છે.
- ઉત્તર કોરિયા કિમ જોંગે કહ્યું કે એલિયન્સને કારણે તેમના દેશમાં પહેલો કોરોનાનો કેસ જોવા મળ્યો
- એપ્રિલમાં એક સૈનિક અને 5 વર્ષના બાળકે ‘એલિયન જેવી વસ્તુ’ને સ્પર્શ કર્યો હતો
- બકવાસ છે એલિયન્સથી કોરોના ફેલાવવાની થિયરી – દક્ષિણ કોરિયા
ઉત્તર કોરિયાના કિમ જોંગે કહ્યું કે એલિયન્સને કારણે તેમના દેશમાં પહેલો કોરોનાનો કેસ પણ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે એલિયન્સે દક્ષિણ કોરિયા સાથે જોડાયેલી સરહદ પરથી બલૂનમાં વાયરસ ફેંક્યો હતો. ત્યારથી દેશમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. સૂત્રો પોસેથી જાણકારી મળી આવી છે કે ઉત્તર કોરિયામાં છેલ્લા કેટલાક સમયથી અફવા ફેલાઈ હતી કે એપ્રિલમાં એક સૈનિક અને 5 વર્ષના બાળકે ‘એલિયન જેવી વસ્તુ’ને સ્પર્શ કર્યો હતો. જે પછી બંનેમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને તે પછી દેશભરમાં કોરોનાના કેસ આવવા લાગ્યા હતા.
બકવાસ છે એલિયન્સથી કોરોના ફેલાવવાની થિયરી – દક્ષિણ કોરિયા
ઉત્તર કોરિયાના પાડોશી દેશ દક્ષિણ કોરિયાએ એલિયન્સથી કોરોના ફેલાઈ છે આ થિયરીને બકવાસ ગણાવી છે. સિઓલ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે કિમ જોંગના દાવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે વસ્તુઓ દ્વારા વાયરસ ફેલાવવાની શક્યતા ઘણી ઓછી છે. મળતી માહિતી મુજબ આ ચર્ચાઓ પછી સરકારે સરહદને અડીને આવેલા વિસ્તારો માટે કેટલીક સૂચનાઓ આપી છે. સરકારે કહ્યું કે સરહદની નજીક રહેતા લોકોએ હવામાંથી આવતી વસ્તુઓ એટલે કે ફુગ્ગા અને એલિયન્સ જેવી વસ્તુઓથી સાવધાન રહેવું જોઈએ. જો કોઈ વ્યકિત આવી વસ્તુ જુએ તો તેણે સૌ પ્રથમ પોલીસને જાણ કરવી. 12 મેના રોજ ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે તેઓના દેશમાં કોરોના વાયરસ પ્રથમ વખત જોવા મળ્યો હતો. આ પછી કિમ જોંગે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવી દીધું હતું.