Charchapatra

સજાગતા સતર્કતા

આકાશમાંથી પડતું પાણી 1. ગંગા 2. યમુના 3. નર્મદા 4. તાપી 5. કાવેરી કે ગોદાવરી, રૂપે ઓળખાય, પણ સમુદ્રમાં ભળ્યા પછી એ કેવળ સાગરરૂપે જ ઓળખાય છે. કોઇ પણ દેવને નમસ્કાર કરે  તો એ ઇશ તત્ત્વને પહોંચે છે. આ સમજ નવા ભારતનો આધાર બને એ આપણી રાષ્ટ્રીય જરૂરિયાત છે.  આજે સંપ્રદાયો બાંયો ચડાવે છે એ ધર્મતત્ત્વની અપૂરતી સમજ દર્શાવે છે. શ્રી અરવિંદે કહ્યું છે તેમ મનુષ્ય હજી મનોમય કોષ સુધી માંડ પહોંચ્યો છે. વિજ્ઞાનમય અને આનંદમય ક્ષેત્ર સુધી વિકસવાનું  છે. ધર્મના નામે મર્યાદા મલિનતા કે સાંકડી મનોવૃતિ તરફ લઇ જવાય એ ઘણું જોખમી બની શકે છે એટલે સંપ્રદાયના વાંકની વહેંચણી કરવાને બદલે સમસ્યાઓનું ચિંતન કરવાની આવશ્યકતા છે. સાત નગરીમાં સુરત નંબર એક આવ્યું. સજાગતા, સર્તકતા, સહકાર, સમાનતા, સ્વતંત્રના બંધાતા પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ છે. દિવસ જ બંનેનું મહત્ત્વ  સમજાવે છે. આપને સિદ્ધની મથુરા માયા, કાશી, …અવંતિકા પુરી દ્વારા એમ સાતનગરી છે.
સુરત     – જીવણભાઈ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બેન્ક સિનિયર સીટીઝન વિશે આ વિચારે
ભારત સરકારનું ધ્યાન દોરવાનું કે સિનિયર સીટીઝન-વ્યક્તિને NSCના રૂ. જમા લેવા બાબતે રૂબરૂ શા માટે બોલવામાં આવે છે. સરકારની પોસ્ટ ઓફિસ ખાતામાં રૂ. જમા કરવામાં આવે તો પણ રૂબરૂ જવું પડે છે. KYV /કેન્સલ ચેક બધી જ પ્રક્રિયા પૂરી કરવામાં આવી હોય છે! સરકારે Registred-Commission Agentની નિમણૂક કરેલ છે છતાં ઉપરી અધિકારીઓ પોતાની મરજીથી નીતિઓ બનાવે છે. એજન્ટને સૂચના આપવામાં આવે છે કે Holder- વ્યક્તિએ જાતે આવવું પડશે. તરત જ સુધારો જરૂરી છે.
સુરત     – જવાહર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top