Business

પર સ્ત્રી સાથે આડા સંબંધ રાખતા દારૂડિયા પતિએ પત્નીને મારમાર્યો

વડોદરા : શહેરની પરિણીતાને તેના ભરૂચના સાસરીયાઓએ હેરાન પહેશાન કરી નાખી હતી. દારૂના વ્યસની પતિ અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધ રાખતો તેમજ પત્ની સાથે મારામારી કરી વિદેશ આવવા પિયર પક્ષ પાસેથી પૈસા મંગાવતો જોકે આ બધા ત્રસ્ત થયેલી પરિણીતાએ કંટાળી વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના પતિ હાર્દિક પ્રકાશ વૈદ, સસરા પ્રકાશ વૈદ, સાસુ હર્ષાબેન, નણંદ ઈષા, વિરૂદ્ધ વડોદરા શહેરના સમા રોડ ખાતે રહેતી 32 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી પોલીસને જણાવ્યું છે કે, તેને લગ્ન હાર્દિક સાથે વર્ષ 2012માં થયા હતા. લગ્નના બાદથી પતિ અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે તેમ જાણવા મળ્યું હતું. મે પતિના ફોનમાં મેસેજ વાંચી લેતા તેને મને માર મારવાની ધમકી આપી હતી. પતિ દારૂ તેમજ સિગરેટ પિવાનો વ્યસની છે. સાસરીયા મને સાડી જ પહેરવાની ફરજ પડાવતા. હું જ્યારે ગર્ભવતી હતી ત્યારે સાસરીયા કોઈ દેખરેખ રાખતા ન હતા.

દિકરાનો જન્મ થયા બાદ પતિને તેની જવાબદારી ન લેવી પડે તેની માટે તે કુવેટ(યુએઈ) ભાગી ગયા હતા. મે પણ પતિ સાથે જવાની જીદ કરતા પતિએ પિયરમાંથી ખર્ચો લઈ આવવા જણાવ્યું હતું. જે બાદ મે વર્ષ 2016માં કુવેટ ગઈ હતી. મે પતિનું સીગરેટનું પેકેટ છુપાવી દિધુ હતુ. ત્યારે તેને મને ઢોર માર માર્યો હતો. મને ખુબ ઈજાઓ પહોંચી હતી. વર્ષ 2018માં અમે ભરૂચ આવી ગયા હતા. પતિ ખુબ બગડી ગયા હતા. ધણી બધી સ્ત્રીઓ સાથે તેઓ એડલ્ટ વાતો કરતા હતા. અને મે તેમને રંગે હાથો પકડી લેતા તે જણાવતા કે, મારે ઘણી બધી સ્ત્રીઓ સાથે સંબંધ છે તારે રહેવું હોય તો રહે. અને જવુ હોય તો જતી રહે મારે કોઈ લેવા દેવા નથી. દિકરાનો જન્મ થયા બાદ તેની બધી જરૂરીયાતનો ખર્ચ મે જ કર્યો છે. સાસરીયા કોઈ પણ ખર્ચ કરતા ન હતા. પતિ વિદેશ ભાગી જાય તેમ છે. જેથી તેના વિરૂદ્ધ તાત્કાલીક ધોરણે કાયદેસરના પગલા ભરી જેલ ભેગો કરવા ફરિયાદ છે.

Most Popular

To Top