નવી દિલ્હી: લાંબા સમય સુધી બ્રેક લીધા પછી રેપર યો યો હનીસિંહે (Rapper Yo Yo Honeysinghe) જોરદાર કમબેક કર્યું છે. હાલ તે પોતાની દમદાર વાપસીના દિવસોને એન્જોય કરી રહ્યો છે. હાલમાં જ હની સિંહના આલ્બમ (Album) હની 3.0માંથી તેનું ત્રીજું ગીત લેટ્સ ગેટ ઈટ પાર્ટી રિલીઝ થયું છે. ત્યારે હવે કેનેડાથી આવેલી એક વોઈસ નોટે (Voice Note) હની સિંહની ધડકનને વધારી દીધી છે જેના કારણે તેણે પોલીસની (Police) મદદ લેવી પડી છે.
- ફેમસ રેપર અને સિંગર હની સિંહને કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બરારે ધમકી આપી
- હની સિંહે દિલ્હીમાં પોલીસ કમિશ્નર સાથે આ મામલે વાત કરી
ફેમસ રેપર અને સિંગર હની સિંહને કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બરારે જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. ગોલ્ડીએ આ ધમકી વોઈસ નોટના માધ્યમથી આપી છે. હની સિંહે આ મામલે પોલીસનો સહારો લીધો છે. પોલીસ પણ આ મામલે તપાસમાં લાગી ગઈ છે. અને આ વોઈસ નોટની પણ તપાસ કરી રહી છે. હની સિંહે દિલ્હીમાં પોલીસ કમિશ્નર સાથે આ મામલે વાત કરી હતી.
ગોલ્ડી બરાર ગેંગસ્ટર છે જેનું નામ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પણ સામે આવ્યું હતું. ગોલ્ડીનું પૂર્ણ નામ સતવિંદરજીત સિંહ છે. તેનો જન્મ 1994માં થયો હતો અને તે બીએ ગ્રેજ્યુએટ છે. હાલ તે કેનેડામાં રહે છે અને પંજાબમાં એક મોડ્યુલના માધ્યમથી કેનેડાથી કામ કરી ધટનાઓને અંજામ આપી રહ્યો છે. ગોલ્ડી સામે હત્યા, વસૂલી તેમજ ધણાં અપરાધો મામલે કેસ ચાલી રહ્યાં છે.
હની સિંહ પહેલા ગોલ્ડીએ સલમાન ખાનને પણ ધમકી આપી હતી જેના કારણે મુંબઈ પોલીસ એકશન મોડમાં આવી ગઈ હતી અને સલમાન ખાનની સિક્યોરિટિ વધારી દીધી હતી. આ ઉપરાંત સલમાન ખાનના ઘરની બહાર પણ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. સલમાન ખાનને મળેલી ધમકી પછી કેસ પણ નોંધવામાં આવ્યો હતો.