મુંબઈ: બોલિવૂડ (Bollywood ) સ્ટાર અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘બચ્ચન પાંડે’ (Bachchan pandey) 18 માર્ચે હોળીના દિવસે થેયટર (Theater) માં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં કૃતિ સેનન (Kriti Sanon) અને અરશદ વારસી (Arshad Warsi) પણ લીડ રોલમાં જોવા મળશે. ‘બેલબોટમ’ એક્ટર અક્ષય કુમાર હંમેશા પોતાની ફિલ્મના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’માં (The Kapil Sharma Show) જાય છે. પરંતુ અક્ષય કુમાર આ વખતે કપિલ શર્માના શોમાં ‘બચ્ચન પાંડે’નું પ્રમોશન નહીં કરે. આ સમાચાર અક્કી અને કપિલ શોના દર્શકો માટે ખૂબ જ આઘાતજનક છે.
અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મોનું પ્રમોશન કપિલના શોમાં થાય છે. કપિલને પણ આનો ફાયદો ત્યારે મળે છે, જ્યારે અક્કી પાજીના કારણે તેના શોની ટીઆરપી ઝડપથી વધી જાય છે. ચાહકો અને દર્શકો બંનેની તોફાની વાતોનો આનંદ માણે છે. પરંતુ આ વખતે અક્ષય કુમારે કપિલના શોમાં જવાની ઘસીને ના પાડી દીધી છે. આનું કારણ એ છે કે કપિલે શોના અગાઉના એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીની મજાક ઉડાવી હતી. અક્ષય આ જ કારણે કપિલથી નારાજ છે અને પોતાની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને પ્રમોટ કરવા માટે શોમાં નથી જઈ રહ્યો.
ઉલ્લેખીનય છે કે અક્ષય તેની છેલ્લી ફિલ્મ ‘અતરંગી રે’ના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો. આ દરમિયાન કપિલે અક્ષય કુમારના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુની મજાક ઉડાવી હતી. અક્ષયે અગાઉ જ ના કહ્યું હતું કે ઈન્ટરવ્યુવાળી પર કોઈ મજાક ન થવો જોઈએ. છતાં પણ તેણે શોમાં કહ્યું કે, પોતાના ઈન્ટરવ્યુમાં ફેમસ પર્સનાલિટીને કોણ પૂછે કે તમને કેરી કઈ રીતે ખાવી ગમે છે. હકીકતમાં 2019 લોકસભા દરમિયાન અક્ષયે પ્રધાનમંત્રી મોદીનો ઈન્ટરવ્યુ લીધું હતું. તેમાં તેણે PMને આ પ્રશ્ન પૂછ્યો હતો. શોમાં આ મજાક અક્ષયને બિલકુલ પસંદ ન આવતાં બંને વચ્ચે અણબનાવ બન્યો હતો.
અક્ષય કુમાર તેની દરેક ફિલ્મ માટે ધ કપિલ શર્મા શોમાં જઈ પોતાની ફિલ્મ પ્રમોટ કરે છે. સાથે જ તેઓ જોક્સ મજાક મસ્તી પણ કરે છે. પરંતુ જ્યારે છેલ્લીવાર અક્ષય કુમાર તેની ફિલ્મ અંતરગી રે ના પ્રમોશન માટે આવ્યો હતો ત્યારે અક્ષયે શોના મેકર્સને PMવાળા પાર્ટને બ્રોડકાસ્ટ ન કરવાની વિનંતી કરી હતી. મેકર્સ માની પણ ગયા હતા, પરંતુ પછી આ ક્લિપને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવામાં આવી હતી. જેના પછી અક્ષયને ઘણો ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.