અક્ષય કુમાર (akshay kumar) ની બચ્ચન પાંડે (bacchan pandy) મૂવીમાં મુખ્ય ભૂમિકામાં ક્રિતી સેનન, જેક્લીન ફર્નાન્ડિઝ અને અરશદ વારસી છે. હવે જાણવા મળ્યું છે કે અભિમન્યુ સિંહ (abhimanyu sinh) આ ફિલ્મમાં વિલનની ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે.

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં રાજસ્થાનના જેસલમેર (jaislamer) માં પોતાની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મ તેનો ફર્સ્ટ લુક રિલીઝ થયાના દિવસથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કૃતિ સનન (kruti senan) , જેક્લીન ફર્નાન્ડિઝ (jacklin farnandish) અને અરશદ વારસી (arsad varshi) મુખ્ય ભૂમિકામાં છે. હવે એ પણ જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મમાં કોણ વિલનનું પાત્ર ભજવશે.
અહેવાલ છે કે ‘ગુલાલ’, ‘ગોલિયોં કી રસલીલા રામલીલા’, ‘રક્ત ચરિત્ર’, ‘લક્ષ્ય’ અને ‘મોમ’ જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા અભિમન્યુ સિંહ આ ફિલ્મમાં વિલનની ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે. અભિમન્યુ આ પહેલા અક્ષય સાથે વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઇ દોબારા અને સૂર્યવંશી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. જોકે અભિમન્યુએ હિન્દી ફિલ્મો કરતા સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે અને ત્યાં તે ખૂબ જ લોકપ્રિય છે.

અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’નું નિર્માણ સાજિદ નડિયાદવાલા (sajid nadiyadwala) એ કર્યું છે અને તેનું નિર્દેશન ફરહદ સામજી કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ડોન અને કૃતિ સનન એક જર્નાલિસ્ટ તરીકે છે. આ ફિલ્મ 26 જાન્યુઆરી 2022 ના રોજ રિલીઝ થશે.
અક્ષય કુમારને વિશ્વની ફોર્બ્સ ટોપ 100 હાઇટેસ્ટ પેઇડ સેલિબ્રિટીઝની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. તેનું નામ ફોર્બ્સની યાદીમાં 52 માં ક્રમે છે અને તે એકમાત્ર ભારતીય અભિનેતા છે. અક્ષયે આ વર્ષે લગભગ 48.5 મિલિયન અથવા 356 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, અભિનેતાએ ગયા વર્ષે 444 કરોડની કમાણી કરી હતી અને તે યાદીમાં તે 51 માં ક્રમે છે.

ફિલ્મોની વાત કરીએ તો અક્ષય કુમાર આજકાલ તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેની તૈયારી કરી રહ્યો છે. તે 6 જાન્યુઆરીના રોજ શૂટિંગ માટે ક્રિતી સનન સાથે જેસલમર જવા રવાના થયો હતો. શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે, આ ફિલ્મ સાજિદ નડિયાદવાળાના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. આ સિવાય તેમની પાસે ‘રામ સેતુ’, ‘બેલ બોટમ’, ‘અત્રંગી રે’, ‘રક્ષાબંધન’, ‘પૃથ્વીરાજ’ અને ‘હાઉસફુલ 5’ જેવી ફિલ્મો છે.
