અક્ષય કુમારે આ વર્ષ તો જતાં ખાતે જ નાંખ્યુ ગણાશે. કોઇ એમ પણ કહી શકે કે હીરો તરીકેની તેની આ જાહેર કર્યા વિનાની નિવૃત્તિ શરૂ થઇ ગઇ છે. હીરો તરીકે સફળ રહેલાં સ્વયં કયારેય નિવૃત્ત નથી થતા. જયારે તેમની ફિલ્મો નિષ્ફળ જવા માંડે ત્યારે અચાનક તેમને થવા માંડે છે કે નિવૃત્ત થઇએ. સની દેઓલ યા શાહરૂખની નિવૃત્તિની ઉંમરે સફળ ફિલ્મ આવી એટલે તેમણે હીરો તરીકે કારકિર્દી લંબાવી છે. શું છે કે ચરિત્ર અભિનેતા તરીકે કામ શરૂ કરો એટલે આપોઆપ તમારા ભાવ ડાઉન જવા માંડે. દરેક હીરો એવું પણ વિચારતા હોય છે કે પોતાની કારકિર્દી ચાલી રહી છે તે દરમ્યાન જ તેમના સંતાનો જો ફિલ્મમાં કારકિર્દી બનાવતા માંગતા હોય તો કારકિર્દીની સારી શરૂઆત કરી દે. અક્ષય કુમાર હમણાં સપ્ટેમ્બરમાં જ 57 વર્ષનો થયો છે. તેનો દીકરો આરવ ફિલ્માં આવવા માંગે છે કે નહીં તે ખબર નથી બાકી તે પણ 22 વર્ષનો થઇ ગયો છે. તે પણ હેન્ડસમ છે. પરંતુ લાઇમલાઇટથી દૂર રહેવાનાં મિજાજનો છે. અભિનય કરતાં ફેશન ડિઝાઇનમાં વધારે રસ ધરાવે છે. અક્ષય ઇચ્છે છે. તે ફિલ્મોમાં આવે.
ખેર! વાત તો અક્ષયકુમારની છે. અગાઉ તેણે કયારેય આટલી લાગલગાટ નિષ્ફળતા અનુભવી નથી. છેલ્લે ‘ઓએમજી-2’ પછી તેની પાંચ ફિલ્મો નિષ્ફળ ગઇ છે. એટલે નિર્માતા હવે ખસી રહ્યા છે. અલબત્ત ‘સિંઘમ અગેઇન’માં રોહિત શેટ્ટીએ નિષ્ફળ જતાં બે-ત્રણ સ્ટારની બેટરી ચાર્જ કરવાનું વિચાર્યું છે. પણ ઘણા બધા સ્ટાર્સવાળી ફિલ્મ સફળ જશે તો પણ અક્ષય ખુશ ન થઇ શકે. તે મલ્ટી સ્ટારર ફિલ્મોમાં તો વર્ષોથી કામ કરે છે. પણ એવી ફિલ્મમાં મુખ્ય અભિનેતા પોતે હોય છે. જયારે સિંઘમ અગેઇન તો અજય દેવગણની ફિલ્મ છે. અજય અત્યારે ચાર તો ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં કામ કરે છે કે જેથી અગાઉની સફળતા કરી સફળ કરી શકે. તેની ‘ગોરખા’ નામની ફિલ્મ અઢી વર્ષ પહેલાં એનાઉન્સ થયેલી પણ હજુ ડેવલપમેન્ટનાં સ્ટેજે જ છે. રોહિત શેટ્ટી જો કિક મારી આપે તો અક્ષયની ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મ આ 20મી ડિસેમ્બરે રજૂ થશે. બલ્કી અન્ય ફિલ્મો તેની પાસે જરૂર છે. ખરું પણ ગર્ભના બાળકની કુંડળી જોઇ ન શકાય. હા આવા સમયમમાં નિર્માતા તરીકે ‘જોલી એલ એલબી-3 અને ભૂતબંગલા’ ફિલ્મમાં તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ‘ભૂત બંગલાનું દિગ્દર્શન તો પ્રિય દર્શન કરશે. એટલે અક્ષય આશા રાખશે. પરંતુ અત્યારે તેને સફળતાની તાતી જરૂર છે. નહીંતર તે છાની નિવૃત્તિ તરફ છે એવું માની લેવું. •
અક્ષય પાત્ર શું ખાલી થવામાં છે?
By
Posted on